મસ્કે ન્યુયોર્ક ટાઈમ્સના કન્ટેન્ટની તુલના ડાયેરિયા સાથે કરી, ટ્વિટર પર વેરિફાઈડ માર્ક પણ હટાવ્યું

0
68

હવે ટ્વિટર પર ન્યુયોર્ક ટાઈમ્સના પ્રોફાઈલ પેજ પર કોઈ વેરિફાઈડ ટિક નથી દેખાઈ રહી

જો તેણે આ ટિક મેળવવી હોય તો 1000 ડૉલર મહિને ચૂકવવા પડશે

ટ્વિટરે મીડિયાના દિગ્ગજ સંસ્થાનો પૈકી એક ન્યુયોર્ક ટાઈમ્સ(NYT)ના વેરિફાઈડ માર્ક એટલે કે બ્લૂ ટિકને હટાવી દીધી છે. ટ્વિટરે આ પગલું એવા સમયે ભર્યું છે જ્યારે ઈલોન મસ્કે ન્યુયોર્ક ટાઈમ્સની ટીકા કરી હતી અને તેના રિપોર્ટિંગને પ્રોપોગેન્ડા ગણાવ્યું હતું. મસ્કે ટ્વિટમાં લખ્યું કે ન્યુયોર્ક ટાઈમ્સની અસલ તકલીફ એ છે કે તેનો પ્રોપોગેન્ડા રસપ્રદ નથી. મસ્કે ન્યુયોર્ક ટાઈમ્સના કન્ટેન્ટની તુલના ડાયેરિયા સાથે કરી હતી અને કહ્યું હતું કે તે તો વાંચવા લાયક પણ નથી. મસ્કની યોજના હેઠળ વેરિફાઈડ ટિક હટાવી 
ઉલ્લેખનીય છે કે ઈલોન મસ્કે ગત વર્ષે ટ્વિટરનું અધિગ્રહણ કર્યું હતું અને તેના પછી તેમણે ટ્વિટરના વેરિફાઈ એકાઉન્ટ માટે બ્લૂટિક આપવા બદલ ચાર્જ વસૂલવાની જાહેરાત કરી હતી. મસ્કની જાહેરાત અનુસાર એક એપ્રિલથીવ વેરિફાઈડ એકાઉન્ટ હોલ્ડર પાસેથી એક નક્કી રકમ વસૂલવામાં આવશે. મસ્કની આ યોજના હેઠળ ન્યુયોર્ક ટાઈમ્સની બ્લૂ ટિક હટાવી દીધી હતી અને તેને વેરિફાઈડ બિઝનેસ એકાઉન્ટવાળી ગોલ્ડ ટિક આપવામાં આવી હતી. હવે તેના એકાઉન્ટ પર કોઈ વેરિફાઈડ ટિક નથી. 
ન્યુયોર્ક ટાઈમ્સે ચૂકવણીનો કર્યો ઈનકાર
હવે જ્યારે ન્યુયોર્ક ટાઈમ્સનું ગોલ્ડ ટિક પણ છીનવી લેવાયું છે તો તેને ગોલ્ડ ટિક પાછું મેળવવા માટે 1000 ડૉલર મહિને ચૂકવવા પડશે. જ્યારે અન્ય સંબંધિત એકાઉન્ટ માટે દર મહિને 50-50 ડૉલર પણ ચૂકવવા પડશે. જ્યારે ન્યુયોર્ક ટાઈમ્સનું કહેવું છે કે અમે વેરિફાઈડ બિઝનેસ એકાઉન્ટ માટે ચૂકવણી નહીં કરીએ અને ફક્ત અમારા પત્રકારો માટે જ બ્લૂ ટિકનું સબ્સક્રિપ્શન લઈશું કેમ કે તેમના કામ માટે જરૂરી છે. 
સબ્સક્રિપ્શન પર મળશે અનેક ફાયદા 
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી કોઈ સેલિબ્રિટી, સરકારી સંસ્થા કે પ્રસિદ્ધ ચહેરાને જ બ્લૂ ટિક મળતી હતી. જોકે હવે મસ્કના સબ્સક્રિપ્શન પ્લાન હેઠળ કોઈપણ વ્યક્તિ દર મહિને ચૂકવણી કરી બ્લૂ ટિક મેળવી શકશે. સાથે જ બ્લૂ ટિક યૂઝર્સને અમુક વધારાની સુવિધાઓ પણ મળશે જેમ કે ટ્વિટના કેરેક્ટરની લિમિટ વધી જશે. સાથે જ ટ્વિટમાં એડિટ કે અનડુના વિકલ્પ પણ મળશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here