ગુજરાતમાં સપ્ટેમ્બર માસમાં પડેલા વરસાદે રંગ રાખ્યો: પાણી અને સિંચાઇની ચિંતા થઇ દૂર

0
99
છેલ્લા 5 વર્ષના સપ્ટેમ્બર માસના 22 દિવસ સુધીમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે.ચાલુ વર્ષે સપ્ટેમ્બરના 22 દિવસમાં 35 ટકા વરસાદ નોંધાયો છે
છેલ્લા 5 વર્ષના સપ્ટેમ્બર માસના 22 દિવસ સુધીમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે.ચાલુ વર્ષે સપ્ટેમ્બરના 22 દિવસમાં 35 ટકા વરસાદ નોંધાયો છે

ગુજરાતમાં (Gujarat) ચાલુ વર્ષે ચોમાસાની સિઝનનો (Gujarat Monsoon 2021) સરેરાશ 78.75 ટકા વરસાદ નોંધાયો છે.જો કે સપ્ટેમ્બર માસમાં પડેલા વરસાદે (rainfall in Gujarat) રંગ રાખ્યો છે. સામાન્ય રીતે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં સારો વરસાદ થાય છે. પરંતુ ચાલુ વર્ષે જુલાઈ-ઓગસ્ટમાં સરેરાશ  43.14 ટકા જ નોંધાયો હતો. જોકે, સપ્ટેમ્બર માસમાં (rain in September) એક પછી એક સિસ્ટમ બની. જેના કારણે ગુજરાતમાં સારો વરસાદ થયો. છેલ્લા 22 દિવસમાં જે વરસાદ પડ્યો તેના કારણે ડેમ ઓવરફ્લો થયા, નદી બે કાંઠે વહી, કૂવામાં નવા નરી આવ્યા અને જગતનો તાત ખુશ થયો.

આગામી 5 દિવસ વરસાદી માહોલ

રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ યથાવત રહશે. હવામાન વિભાગના ડાયરેકટર મનોરમાં મોહન્તિએ જણાવ્યું કે, આગામી 24 કલાક વરસાદનું જોર યથાવત રહશે. જેમા પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુરના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, દિવમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ક્યારે છે ભારે વરસાદની આગાહી

24 સપ્ટેમ્બરના આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ,  તાપીમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ 25 સપ્ટેમ્બરના વડોદરા,છોટા ઉદેપુર,સુરત,ડાંગ,નવસારી, વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

છેલ્લા 5 વર્ષમાં ચાલુ વર્ષે જુલાઈ અને ઓગસ્ટમાં માત્ર સિઝનનો સરેરાશ 43.14 ટકા વરસાદ થયો છે.જે છેલ્લા 5 વર્ષમાં સૌથી ઓછો વરસાદ છે.જ્યારે ચાલુ વર્ષે સપ્ટેમ્બર માસમાં સારો વરસાદ થયો.જે છેલ્લા 5 વર્ષના સપ્ટેમ્બર માસના 22 દિવસ સુધીમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે.ચાલુ વર્ષે સપ્ટેમ્બરના 22 દિવસમાં 35 ટકા વરસાદ નોંધાયો છે.અને હજી આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.

છેલ્લા 5 વર્ષના અકડા પર નજર કરીએ                 

વર્ષઓગસ્ટ22 સપ્ટેમ્બર
2017103.03110.66
201871.7574.16
201995.22125.06
2020119.78132.54
202143.1478.75

ગુજરાતમાં પીવા અને સિંચાઈના પાણીની ચિંતા દૂર થઈ

સપ્ટેમ્બર માસમાં સારા વરસાદના કારણે ગુજરાતમાં વરસાદની ઘટ છે તે કવર થઈ ગઈ અને ગુજરાત વરસાદની સ્થિતિ સામાન્ય થઈ છે. ગુજરાતમાં પીવા અને સિંચાઈના પાણીની ચિંતા દૂર થઈ છે. આગામી 5 દિવસ વરસાદી માહોલ યથાવત રહશે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here