દ્વારકા: તાજીયા કાઢવા બાબતે પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ, પથ્થરમારામાં પોલીસકર્મીને ઈજા, વાહનોમાં તોડફોડ

0
115
લોકોના પથ્થરમારામાં અન્ય વાહનોમાં પણ તોડફોડ થઈ છે.તાજીયા કાઢવાને મામલે થયેલા ઘર્ષણ બાદ આખા જિલ્લાનો પોલીસ કાફલો સલાયા ખાતે ઉતારી દેવામાં આવ્યો હતો
લોકોના પથ્થરમારામાં અન્ય વાહનોમાં પણ તોડફોડ થઈ છે.તાજીયા કાઢવાને મામલે થયેલા ઘર્ષણ બાદ આખા જિલ્લાનો પોલીસ કાફલો સલાયા ખાતે ઉતારી દેવામાં આવ્યો હતો

ગુરુવારે દેવભૂમિ દ્વારકાના સલાયામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ ઊભી થઈ હતી, જિલ્લાભરનો પોલીસ કાફલો સલાયા ખાતે ખડકી દેવામાં આવ્યો.

દ્વારકા: મોહરમને પગલે આ વર્ષે તાજીયા ન કાઢવાનો નિર્ણય કરાયો છે. લોકોને જ્યાં તાજીયા બનતા હોય ત્યાં જ દર્શન કરવાની સલાહ આપવામાં આવી હતી. જોકે, દ્વારકાના સલાયમાં લોકો તાજીયા કાઢવા માંગતા હોવાની વાત જાણ્યા બાદ પોલીસ કાફલો પહોંચ્યો હતો અને લોકોને તાજીયા ન કાઢવા માટે સમજાવ્યા હતા. આ દરમિયાન મામલો બીચક્યો હતો અને ટોળાએ પોલીસ પર હુમલો કરી દીધો હતો.આ હુમલામાં એક પોલીસકર્મીને માથામાં ઈજા પહોંચતા તેને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસ અને લોકો વચ્ચે મામલો એટલો બીચકી ગયો કે ટોળાએ પોલીસની ગાડીઓને કચ્ચરઘાણ વાળી દીધો હતો. લોકોના પથ્થરમારામાં અન્ય વાહનોમાં પણ તોડફોડ થઈ છે.તાજીયા કાઢવાને મામલે થયેલા ઘર્ષણ બાદ આખા જિલ્લાનો પોલીસ કાફલો સલાયા ખાતે ઉતારી દેવામાં આવ્યો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવાયો હતો. રાત્રે સલાયામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ ઊભી થઈ હતી. પથ્થરમારો થયા બાદ પોલીસે ટોળાને વિખેરવા માટે ત્રણ જેટલા ટિયરગેસના સેલ છોડવાની પણ ફરજ પડી હતી. તહેવાર સમયે પોલીસ અને સ્થાનિક મુસ્લિમ સમાજના લોકો વચ્ચે ઘર્ષણ થતાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી હતી. આ મામલે હવે પોલીસે ટોળા સામે ફરિયાદ નોંધવાની તેમજ કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરી છે. આ મામલે ડીવાયએસપી હીરેન્દ્ર ચૌધરીએ જણાવ્યું હતું કે, સલાયામાં તાજીયા કાઢવામાં આવી રહ્યાની માહિતી મળ્યા બાદ પોલીસ પહોંચી હતી. પોલીસે લોકોને તાજીયા ન કાઢવા માટે સમજાવ્યા હતા. આ દરમિયાન મામલો બીચક્યો હતો અને ઘર્ષણ થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here