અમદાવાદમાં મીઠાઈ 10 ટકા મોંઘી થઈ છતાં વેચાણ બે ગણું વધ્યું, ડ્રાયફ્રૂટ્સ મીઠાઈ અને કાજુકતરીની સૌથી વધુ ડિમાન્ડ

0
321
ડ્રાયફ્રૂટ્સ અને શુગર ફ્રી મીઠાઈ સૌથી વધારે ટ્રેન્ડમાં,કોરોનાને કારણે વેચાણ ઘટ્યું હતું, હવે કેસો ઘટતાં વેચાણ વધવા લાગ્યું
ડ્રાયફ્રૂટ્સ અને શુગર ફ્રી મીઠાઈ સૌથી વધારે ટ્રેન્ડમાં,કોરોનાને કારણે વેચાણ ઘટ્યું હતું, હવે કેસો ઘટતાં વેચાણ વધવા લાગ્યું

દિવાળીના તહેવારમાં ગિફ્ટમાં હવે મીઠાઈ અને ડ્રાયફૂટ્સનું ચલણ વધ્યું છે. મીઠાઈ હંમેશાં મીઠી હોય છે, પરંતુ આ વર્ષે મીઠાઈ લોકોને લેતા કડવી લાગશે, કારણ કે એના ભાવમાં વધારો થયો છે. શુગર ફ્રી, ડ્રાયફૂટ્સ મીઠાઈ તેમજ માવાની મીઠાઇના ભાવમાં 10થી 15 ટકા વધારો થયો છે. જોકે ભાવ વધવા છતાં આ વર્ષે કોરોના બાદ તહેવાર સારી રીતે ઊજવી શકશે, જેથી મીઠાઇના વેચાણમાં પણ ડબલ વધારો થયો છે. કોર્પોરેટ કંપનીઓમાં ગિફ્ટ અને ઘરે મહેમાન માટેની મીઠાઈ માટે દુકાનોમાં ભીડ જોવા મળી રહી છે.

કોરોનાને કારણે ગત વર્ષે ઓછું વેચાણ હતું, પરંતુ આ વર્ષે હવે કોરોનાના કેસો ઘટતાં લોકોમાં ડર ઓછો છે. મીઠાઈના વેચાણમાં ખૂબ સારો વધારો થયો છે. ડ્રાયફ્રુટ્સ મીઠાઈ, માવાની મીઠાઈ ગિફ્ટ બોક્સ અને કોર્પોરેટ કંપનીમાં આપવા માટે મીઠાઈનું વેચાણ ડબલ જોવા મળ્યું છે. શુગર ફ્રી મીઠાઈ, માવાની મીઠાઈ, કાજુકતરી વગેરે મીઠાઈનું વેચાણ ખૂબ જ સારું રહ્યું છે.

આ વર્ષે ડ્રાયફ્રૂટ્સની મીઠાઇ અને શુગર ફ્રી મીઠાઇ સૌથી વધારે ટ્રેન્ડમાં છે. ગ્રાહકો હવે કોર્પોરેટ ગિફ્ટમાં આ પ્રકારની મીઠાઈ આપી રહ્યા છે. આજે પણ લોકો ક્વોલિટી જોઈને મીઠાઈ ખરીદે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારે ત્યાં મોહનથાળ અને કાજુકતરીની ડિમાન્ડ સૌથી વધારે છે, જેના ભાવમાં અંદાજે 10થી 15 ટકાનો વધારો થયો છે છતાં દુકાનોમાં મીઠાઈ લેવા લોકોની ભીડ જોવા મળી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here