દિવાળીમાં ગુજરાતીઓની સેવામાં હાજર છે 108 એમ્બ્યુલન્સ, દુર્ઘટનાઓને પહોંચી વળવા બનાવ્યો એક્શન પ્લાન

0
169
દિવાળી સમયે લોકોને મદદ કરવા માટે 108 સેવા ખડેપગે રહેશે. દિવાળી પહેલા 108ની ટીમે પુરી તૈયારી કરી લીધી છે. તહેવારોમાં બનતી ઘટનાઓને પગલે 108 પર વધારાનું ભારણ રહેતું હોય છે, ત્યારે ગત વર્ષના આંકડાના આધારે 108 એ તૈયારી કરી લીધી છે.
દિવાળી સમયે લોકોને મદદ કરવા માટે 108 સેવા ખડેપગે રહેશે. દિવાળી પહેલા 108ની ટીમે પુરી તૈયારી કરી લીધી છે. તહેવારોમાં બનતી ઘટનાઓને પગલે 108 પર વધારાનું ભારણ રહેતું હોય છે, ત્યારે ગત વર્ષના આંકડાના આધારે 108 એ તૈયારી કરી લીધી છે.

દિવાળી સમયે લોકોને મદદ કરવા માટે 108 સેવા ખડેપગે રહેશે. દિવાળી પહેલા 108ની ટીમે પુરી તૈયારી કરી લીધી છે. તહેવારોમાં બનતી ઘટનાઓને પગલે 108 પર વધારાનું ભારણ રહેતું હોય છે, ત્યારે ગત વર્ષના આંકડાના આધારે 108 એ તૈયારી કરી લીધી છે. તહેવારના દિવસોમાં કેસનું ભારણ વધશે ત્યારે કર્મચારીઓ પર રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવશે. પાયલોટ અને તબીબોની રજાઓ રદ્દ કરવામાં આવી છે. રજાઓના સમયે નાની-મોટી હૉસ્પિટલ બંધ રહે તો સરકારી હૉસ્પિટલમાં લોકોને સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તહેવારમાં લોકોને સુવિધા મળી રહે માટે રજા હોવા છતાં 108 ઇમરજન્સી સેવાનો સ્ટાફ જેમાં 4 હજાર સ્ટાફ ફિલ્ડ ડ્યુટી કરશે અને 200 જેટલો સ્ટાફ કોલ સેન્ટરમાં કોલ હેન્ડલ કરશે. 

દિવાળી પર 108 ઇમરજન્સી હેલ્પલાઇનની તૈયારી
આ વિશે 108 ઈમરજન્સીના સીઓઓ જશવંત જયંતે જણાવ્યું કે, 14 વર્ષથી 108 કાર્યરત છે. 108 ઇમરજન્સી પર તહેવારમાં કોલમાં વધારો થતો હોય છે. આ વર્ષે દિવાળી પર અને મિની વેકેશન પર અગાઉના વર્ષો કરતા આંકડા વધુ આવી શકે છે. જૂના આંકડા મુજબ, અમે દિવાળીના તહેવારમાં અમારી પાસે 800 એમ્બ્યુલન્સ હોય છે અને 3500 કેસ હેન્ડલ કરીએ છીએ. જેમાં આ વર્ષે કેસમાં 15 ટકા વધારો થવા પામશે. નવા વર્ષે 17 ટકા અને ભાઈબીજ પર 37 ટકા કેસ વધશે તેવી શક્યા છે. એક દિવસમાં 4800 કેસ આવી શકે છે. વધનારા કેસને લઈને કોલ સેન્ટરમાં રજા હોવા છતાં વધારાનો સ્ટાફ રખાશે. ફિલ્ડમાં એમ્બ્યુલન્સના પાયલોટ અને સ્ટાફ પણ ખડેપગે રહેશે. વધુ એમ્બ્યુલન્સ અને સુવિધા લોકોને મળે તેવું આયોજન કર્યું છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here