શુભમન ગિલે રચ્યો ઈતિહાસ, IPLમાં આ મોટી સિદ્ધિ મેળવનાર બીજો ભારતીય ખેલાડી બન્યો

0
103

કોહલી સિવાય બીજા કોઈ ભારતીય બેટ્સમેને નથી મેળવી આ સિદ્ધિ

વર્ષ 2016માં કોહલીએ 16 મેચમાં 973 રન બનાવ્યા હતા

IPLની આ સિઝનમાં શાનદાર ફોર્મમાં ચાલી રહેલ ગુજરાત ટાઈટન્સનો ઓપનર શુભમન ગિલ ગઈકાલે રમાયેલી પ્રથમ ક્વોલિફાયર-1 મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે મોટી ઇનિંગ રમી શક્યો ન હતો. પરંતુ 38 બોલમાં 42 રનની ઈનિંગ દરમિયાન તેણે એક એવી સિદ્ધિ મેળવી હતી, જે તેના પહેલા ટૂર્નામેન્ટના લગભગ 15 વર્ષના ઈતિહાસમાં માત્ર અને માત્ર વિરાટ કોહલીએ હાંસલ કરી શક્યા છે. શુભમન ગિલે ચાલુ એડિશનમાં તેના સાતસો રન પૂરા કરી લીધા છે. આ એક એવો આંકડો છે જેને અત્યાર સુધી કોહલી સિવાય બીજો કોઈ ભારતીય બેટ્સમેન સ્પર્શી શક્યો નથી. ગઈકાલની મેચના અંતે ગિલે 15 મેચમાં 722 રન બનાવ્યા છે. તેની સરેરાશ 60.16 છે, જેમાં બે સદી અને ચાર અર્ધસદી સામેલ છે. ગિલ પહેલા 700ના આંકડા સુધી માત્ર 4 બેટ્સમેન જ પહોંચી શક્યા છે.

વિરાટ કોહલીના નામે એક સિઝનમાં ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે. વર્ષ 2016માં કોહલીએ 16 મેચમાં 973 રન બનાવ્યા હતા. તેણે તે સિઝનમાં ચાર સદી પણ ફટકારી હતી, જે પોતાનામાં એક રેકોર્ડ છે. અત્યાર સુધી અન્ય કોઈ બેટ્સમેન IPLમાં આટલી પ્રબળ બેટિંગ કરી શક્યો નથી.

2. જોસ બટલર (2022)

આ મામલામાં જોસ બટલર બીજા નંબર પર છે. ગયા વર્ષે તેણે IPLમાં 863 રન બનાવ્યા હતા. બટલરે લગભગ દરેક મેચમાં રાજસ્થાનને શાનદાર શરૂઆત અપાવી હતી. આ આંકડાને સ્પર્શવા માટે બટલરે ચાર સદી અને 4 અર્ધસદી ફટકારી હતી. તેની સરેરાશ 57.53 હતી.

3. ડેવિડ વોર્નર (2016)

ડેવિડ વોર્નરે IPLની તમામ સિઝનમાં સૌથી વધુ ઓરેન્જ કેપ જીતનાર બેટ્સમેન છે. વોર્નરે આ કારનામું ત્રણ વખત (2015, 2017 અને 2019) કર્યું છે. તેના પછી ક્રિસ ગેલે સતત બે વર્ષ ઓરેન્જ કેપ જીતી હતી. વર્ષ 2016માં વોર્નરે 17 મેચમાં 848 રન બનાવ્યા હતા.

4. કેન વિલિયમસન (2018)

આ મામલામાં કેન વિલિયમસન ચોથા નંબર પર છે. વર્ષ 2018માં વિલિયમસને 17 મેચમાં 735 રન બનાવ્યા હતા. આ સિઝનમાં તેણે સતત ત્રણ અર્ધસદી ફટકારી હતી. ત્યાર બાદ તેણે પોતાની કેપ્ટનશીપમાં હૈદરાબાદને ફાઇનલમાં પણ પહોંચાડ્યું હતું, પરંતુ ટીમ ટાઈટલ જીતી શકી ન હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here