Mumbai Fire: મુંબઈની 60 માળની બિલ્ડિંગમાં આગ લાગ્યા બાદ વ્યક્તિ 19માં માળેથી પટકાયો

0
345
19મા માળેથી વ્યક્તિના પડવાન ભયાનક વીડિયો પણ સામે આવ્યો છે. જે ઘણો જ વાયરલ થઇ રહ્યો છે.
19મા માળેથી વ્યક્તિના પડવાન ભયાનક વીડિયો પણ સામે આવ્યો છે. જે ઘણો જ વાયરલ થઇ રહ્યો છે.

મુંબઈ: શહેરના કરી રોડ વિસ્તાર પર આવેલા અવિદ્ન પાર્ક એપાર્ટમેન્ટમાં આજે શુક્રવારે આગ લાગી હતી. મુંબઈ ફાયર બ્રિગેડે માહિતી આપી હતી કે, આગ બપોરે 12 વાગ્યાની આસપાસ લાગી હતી. આ ઘટનામાં એક વ્યક્તનુ 19મા માળેથી નીચે કૂદતા મોત થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ ઘટના 60 માળના એપાર્ટમેન્ટના 19મા માળે બની છે. મુંબઈના મેયર કિશોરી પેડણેકર ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

મુંબઈના લોઅર પરેલ વિસ્તારમાં બહુમાળી ઇમારત અવિદ્ન પાર્ક એપાર્ટમેન્ટમાં શુક્રવારે બપોરે 12 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘણા લોકો બિલ્ડિંગમાં ફસાયા હોવાની આશંકા છે. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે.

મુંબઈ ફાયર વિભાગે માહિતી આપી છે કે, ભીષણ આગ જોઈ 30 વર્ષના અરુણ તિવારી નામનો યુવક બાલ્કનીમાંથી લટક્યો હતો. બાદમાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જયાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા છે. અરુણના નીચે પડવાનો એક ભયાનક વીડિયો પણ સામે આવ્યો છે. જે ઘણો જ વાયરલ થઇ રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here