ભારત-અમેરિકાના ખુંખાર કમાન્ડો એક સાથે કરી રહ્યા છે ટ્રેનિંગ, ન્યૂકિલયર અટેકને પણ આપશે માત

0
62
COMMANDO
ભારત-અમેરિકાના ખુંખાર કમાન્ડો એક સાથે કરી રહ્યા છે ટ્રેનિંગ, ન્યૂકિલયર અટેકને પણ આપશે માત

કાળા કપડા, માથા પર હેલમેટ, હાથમાં ગ્લવ્ઝ, છાતીમાં બુલેટ પ્રૂફ જેકેટથી લઈ ઘણો એડવાન્સ્ડ ટેક્નિકલ સામાન. હાથમાં એવી બંદૂક જે સેકેન્ડોમાં તમામ કામ પૂરી કરી દે, આ છે ભારતના બ્લેકકેટ કમાન્ડો. NSG કમાન્ડો માટે ઉપર લખેલા શબ્દ પણ ઓછા છે. દુશ્મનને આંખના પલકારામાં ગાયબ કરનારા NSG અમેરિકીના સ્પેશિયલ ઓપરેશન ફોર્સેસની સાથે મળીને અભ્યાસ કરી રહ્યા છે. તેનું નામ તર્કશ રાખવામાં આવ્યું છે.

હવે સવાલ એ પણ ઉઠે છે કે આ અભ્યાસની જરૂરિયાત કેમ થઈ, રશિયા-યૂક્રેનનું યુદ્ધ 350 દિવસથી ચાલી રહ્યું છે. ગયા વર્ષે મે મહિનામાં યૂક્રેને એક ચાલ રમી. યૂક્રેનને અપેક્ષા હતી કે જો તે ચાલમાં સફળ રહ્યું તો વૈશ્વિક સમુદાય પાસે સહાનુભૂમિ મેળવી લેશે. અમેરિકા અને યૂરોપીય દેશો પાસેથી હથિયાર અને પૈસાની મદદ મળી જશે. તેના માટે કીવે રશિયાને દોષી ઠેરવવા માટે ખારકીવમાં કેમિકલ અટેકલની યોજના બનાવી હતી. કિવનું માનવું હતું કે યુક્રેન કેમિકલ હુમલો કરશે અને તેના માટે રશિયાને જવાબદાર ઠેરવવામાં આવશે.

NSG અને SOGનો સાથે અભ્યાસ

ચેન્નાઈમાં NSG અને SOG છેલ્લા 25 દિવસથી સંયૂક્ત યુદ્ધાઅભ્યાસ કરી રહ્યું છે. આમ તો ઘણા દેશ એકબીજા સાથે અભ્યાસ કરે છે પણ સુત્રો મુજબ આવું પહેલી વાર થઈ રહ્યું છે કે NSG અને SOG કેમિકલ, બાયોલોજીકલ, રેડિયોલોજિકલ અને પરમાણુ હુમલાને ખત્મ કરવાની ટેક્નિક સાથે ટ્રેનિંગ કરી રહ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે હવે દારૂગોળાથી થતી જંગ ઓછી થઈ જશે અને કેમિકલ વોર, બાયોલોજિકલ વોર જેવા યુદ્ધ લડાશે. ભારત અને અમેરિકાની સ્પેશિયલ ફોર્સેસ હવે તેના સામે લડવા માટે સાથે અભ્યાસ કરી રહ્યા છે.

અશક્યને શક્ય બનાવી દે છે આ કમાન્ડો

રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ 14 જાન્યુઆરીથી 16 ફેબ્રુઆરી સઉધી ચેન્નાઈમાં અમેરિકાના વિશેષ દળોની સાથે એક મહિનાના સંયૂક્ત આતંકવાદ વિરોધી અભ્યાસ કરી રહ્યા છે. આ દરમિયાન બંને દેશોની ટેક્નોલોજી સાથે આધુનિક હથિયારથી સજ્જ આ જવાન પ્રેક્ટિસ કરી રહ્યા છે. સંયૂક્ત અભ્યાસ દરમિયાન શહેરી વાતવરણમાં આતંકવાદી હુમલાઓનો સામનો કરવા માટે ઝડપી અને સારી રીતે સંકલિત કામગીરી કેવી રીતે કરવી, તેની ટ્રેનિંગ થશે.

બંને દેશ આતંકવાદનો થયા શિકાર

ભારત અને અમેરિકા બંને જ આતંકવાદનો શિકર થયા છે. અમેરિકાએ 2001માં આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠન અલ કાયદાના હાથે 9/11નો હુમલાનો સામનો કર્યો હતો. ભારતે છેલ્લા દાયકામાં અગણિત આતંકી હુમલા જોયા છે. જે મોટાભાગે પાકિસ્તાનમાંથી કરવામાં આવ્યા છે. તેમાં સૌથી વધારે ગંભીર 26/11નો હુમલો છે. મુંબઈમાં થયેલા આ હુમલામાં 166 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આતંકવાદીઓનો સામનો કરવા માટે NSGને ઉતારવામાં આવી હતી. મેજર સંદીપ ઉન્નીકૃષ્ણને કોણ ભૂલી શકશે. તે જાંબાઝ ઓફિસરે આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા અને ત્યારબાદ તે પણ શહીદ થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here