અમેરિકામાં વ્યાજ દર વધી 22 વર્ષની ટોચે, ડોલર ઈન્ડેક્સ વધ્યો

0
85

– વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ગ્લોબલ ડોલર ઈન્ડેક્સ ઈન્ટ્રા-ડે વધી ૧૦૧ની સપાટી કુદાવી ગયાના નિર્દેશો

મુંબઈ  કરન્સી બજારમાં  આજે રૂપિયા સામે ડોલરના ભાવમાં પીછેહટ જોવા મળી હતી. શેરબજારમાં  ઘટાડો છતાં  કર્સી બજારમાં ાજે  રૂપિયો ઉંચકાયો હતો.  ડોલરના ભાવ રૂ.૮૨.૦૦ વાળા આજે સવાર રૂ.૮૧.૯૩ ખુલી ઉંચામાં ભાવ રૂ.૮૨.૦૩ તથા નીચામાં  રૂ.૮૧.૯૦ થઈ રૂ.૮૧.૯૪  રહ્યા હતા.  રૂપિયો આજે  ૦.૦૭ ટકા ઉંચકાયો હતો. 

અમેરિકામાં  ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં પા ટકાની વૃદ્ધી કરવામાં આવ્યાના સમાચાર  હતા ત્યાં  વ્યાજ દરમાં  આવી વૃદ્ધી  અપેક્ષીત રહી હતી  એ જોતાં  અપેક્ષા પ્રમાણે જ વ્યાજ દર વધ્યાના નિર્દેશો હતા. ત્યાં આગળ ઉપર સપ્ટેમ્બરમાં મળનારી ફેડરલ રિઝર્વની  મિટિંગમાં  પણ વ્યાજના દર વધુ વદારવામાં આવશે એવા  સંકેતો મળ્યા હતા.  યુરોપ તથા જાપાનમાં થનારી વ્યાજ વૃદ્ધી પર પણ બજારની નજર રહી હતી.
દરમિયાન, વિશ્વ બજારમાં  વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ આજે ૦.૦૫ ટકા વધ્યો હતો. ડોલરનો વૈશ્વિક  ઈન્ડેક્સ આજે ઉંચામાં ૧૦૧.૧૧ થઈ ૧૦૦.૯૩ રહ્યાના નિર્દેશો મળ્યાહતા.  અમેરિકામાં  વ્યાજ વૃદ્ધીના પગલે વૈશ્વિક ડોલરનો ઈન્ડેક્સ આજે  ઉંચકાયો હતો છતાં ઘરઆંગણે  રૂપિયા સામે  ડોલરના ભાવમાં  પીછેહટ જોવા મલી હતી.

દરમિયાન, રૂપિયા સામે આજે  બ્રિટીશ પાઉન્ડના ભાવ ૦.૦૩ ટકા વધ્યા હતા   પાઉન્ડના ભાવ રૂ.૧૦૫.૮૭ વાળા  ઉંચામાં  રૂ.૧૦૬.૩૭ થઈ રૂ.૧૦૬.૧૮ રહ્યા હતા.   યુરોપની  કરન્સી યુરોના ભાવ રૂપિયા સામે વધુ ૦.૧૬ ટકા વધ્યા હતા.  યુરોના ભાવ રૂ.૯૦.૮૧ વાળા ઉંચામાં  રૂ.૯૧.૧૦ થઈ રૂ.૯૦.૯૫  રહ્યા હતા.  જાપાનની કરન્સી રૂપિયા સામે ૦.૨૩ ટકા  તૂટી હોવાનું  કરન્સી બજારના  સૂત્રોએ જણાવ્યું હતું.
અમેરિકામાં વ્યાજના દર વધી  ૨૨ વર્ષની ટોચે પહોંચી ગયા છે  તથા આગળ ઉપર ત્યાં સપ્ટેમ્બરમાં  વ્યાજના દરમાં હજી વધુ વૃદ્ધી થવાની શક્યતા વિશ્વ બજારના જાણકારો બતાવી રહ્યા હતા. ત્યાં ફુગાવાને  કાબુમાં રાખવા ફેડરલ રિઝર્વ  દ્વારા વ્યાજના દરમાં વૃદ્ધી કરાતી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here