વર્તમાન નાણાં વર્ષના અંતે રૂપિયા સામે ડોલર નબળો પડી 79 રહેશે

0
81

– ટૂંકા ગાળે રૂપિયામાં ડોલર સામે વોલેટિલિટી જોવા મળશે

ચાલુ ખાતાની ખાધમાં ઘટાડો નોંધાતા વર્તમાન નાણાં વર્ષના પાછલા ૬ મહિનામાં ડોલર સામે રૂપિયો મજબૂત બનવાની ધારણાં મૂકવામાં આવી છે. 

સમાપ્ત થયેલા નાણાં વર્ષ ૨૦૨૩માં ડોલર સરેરાશ ૮૨ રૂપિયા રહ્યા બાદ નાણાં વર્ષ ૨૦૨૪ના પાછલા ૬ મહિનામાં ડોલર ઘટી ૭૯ રૂપિયા રહેવા ધારણાં છે, એમ યુબીએસ સિક્યુરિટીઝના એક રિપોર્ટમાં જણાવાયું છે. ટૂંકા ગાળે રૂપિયામાં ડોલર સામે વોલેટિલિટી જોવા મળશે અને નાણાંકીય સ્થિરતા સામે ઊંચા જોખમો છતાં, વર્તમાન નાણાં વર્ષના અંત સુધીમાં રૂપિયો મજબૂત થઈ ડોલર સામે  ૭૯ જોવા મળી શકે છે. 
ચાલુ ખાતાની ખાધમાં ઘટાડો અને ડોલર વોલેટિલિટી ઈન્ડેકસમાં નબળાઈને કારણે રૂપિયામાં મજબૂતાઈ આવશે એમ પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. 
ડીસેમ્બર ત્રિમાસિક ગાળામાં ચાલુ ખાતાની  ખાધ ઘટી જીડીપીના ૨.૨૦ ટકા પર આવી ગઈ  છે. 
 સમાપ્ત થયેલા નાણાં વર્ષમાં ખાધ જે બે ટકા રહેવા અંદાજ મુકાઈ રહ્યો છે, તે વર્તમાન નાણાં વર્ષના અંતે ઘટી જીડીપીના ૧.૨૦ ટકા જોવા મળવાની પણ રિપોર્ટમાં ધારણાં મૂકવામાં આવી છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here