પાકિસ્તાનમાં અનરાધાર વર્ષા 86નાં મોત : હવામાન વિભાગે ‘એલર્ટ’ જારી કર્યું

0
91
ભારત પછી મોન્સુને પાકિસ્તાનમાં હાહાકાર મચાવવો શરૂ કર્યો છે. બંગાળના ઉપસાગર ઉપરથી શરૂ થયેલો ચક્રવાતી વરસાદ હિમાલયના દક્ષિણ પશ્ચિમ છેડાથી અથડાઈ, પાકિસ્તાનનાં પંજાબ સુધી પહોંચી, દક્ષિણે વળી સિંધ સુધી પહોંચ્યો છે. ભારે વરસાદને લીધે ભારતના પંજાબથી પાંચે નદીઓનાં પૂર સિંધુમાં ઠલવાયાં છે. તેથી સૌથી ખરાબ અસર સિંધમાં થઈ છે. ત્યાં ૧૯ જુલાઈની સાંજથી શરૂ થયેલી અનરાધાર વર્ષા અને પૂરનાં પાણીને લીધે, છેક ઉત્તર પશ્ચિમે રહેલાં જેકોકાબાદથી શરૂ કરી બેનઝીર ભુટ્ટોનાં મીરપુર ખાસ સક્કર, ખૈરપુર અને છેક દક્ષિણ પૂર્વે રહેલા ઉમરકોટ સુધીનો વિસ્તાર જળબંબાકાર બન્યો છે.
છેલ્લા ૨૪ કલાકથી (પશ્ચિમ) પંજાબથી શરૂ કરી સિંધ સુધીના વિસ્તારને જલ-પ્રલય આવરી લીધો છ. પંજાબના લાહોર, રાવલ પીંડી અને ઇસ્લામાબાદ ભારે વરસાદ અનુભવી રહ્યાં છે.
કેટલાએ વિસ્તારોમાં ભારે વરસાદને લીધે મૃત્યુ થયાં હોવાનું નોંધાયું છે. તેમાં ઇસ્લામાબાદ – પેશાવર રોડ ઉપર એક મકાનની દિવાલ તૂટી પડતાં ૧૧ લોકોનાં મૃત્યુ થયાં છે.
આ માહિતી આપતાં પાકિસ્તાનનું અગ્રીમ વર્તમાનપત્ર ધી ડોન જણાવે છે કે, આ સાથે ભારે વરસાદ અને પૂરને લીધે મૃત્યુ પામેલાઓની સંખ્યા આજ સુધીમાં ૮૬ નોંધાઈ છે. પરંતુ મૃત્યુ આંક આથી પણ ઘણો વધવાની સરકારી તંત્ર ભીતિ સેવે છે. નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (એનડીએમએ)ની ટુકડી બચાવ કાર્યમાં વ્યસ્ત બની ગઈ છે.
આ પૂર્વે ૨૫ જૂન પણ થયેલા ભારે વરસાદે મોટા પાયે ખુવારી કરી હતી. તે સર્વવિદિત છે. તે પછી આ વખતે તો થયેલી વર્ષા અને પૂરોએ તો તબાહી વેરી દીધી છે. ઉભા પાકનો નાશ થયો છે. ૧૫૧ ઘાયલ થયા છે. ૮૬નાં મોત થયાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here