રશિયા ખાતેથી ક્રુડ તેલની આયાત ધીમી પડવાની વકી

0
42

– બેંકો દ્વારા હવે ઈન્વોઈસિસ તથા કોન્ટ્રેકટ દસ્તાવેજની ચકાસણી કરવા ઉપરાંત શિપિંગ તથા વીમા અંગેની માહિતી પણ મંગાઇ રહ્યા હોવાના અહેવાલો

– ભારતની રિફાઈનરીઓ માટે જી૭ના નવા નિયમો માથાના દુખાવા સમાન

મુંબઈ : યુક્રેન પર આક્રમણ કર્યા બાદ છેલ્લા એક વર્ષથી પશ્ચિમ તથા યુરોપના દેશોના પ્રતિબંધોનો સામનો  કરી રહેલા રશિયા માટે ભારત ક્રુડ ઓઈલનો મોટો ખરીદદાર દેશ રહ્યો છે અને ભારતને પણ રશિયા પાસેથી પ્રમાણમાં સસ્તા દરે ક્રુડ ઓઈલ મળી રહ્યું છે, ત્યારે નાણાંકીય ટેકો પૂરો પાડતી સંસ્થાઓની એટલે કે બેન્કો દ્વારા નિયમોના આકરા અમલના કરારણે ભારતના ખરીદદારો માટે માથાનો દુખાવો બની રહી છે. 

ફાઈનાન્સરોની સખત માગને કારણે   રશિયા ખાતેથી ભારતને ક્રુડ તેલનો પૂરવઠો કામચલાઉ અટકી જવાની પણ ચિંતા ઊભી થઈ છે. 

સાત દેશોના જુથ દ્વારા અગાઉ રશિયાના ક્રુડ તેલ માટે જે ભાવ મર્યાદા લાગુ કરવામાં આવી છે, તે ઉપરાંત તેઓ હવે  ઈન્વોઈસિસ તથા કોન્ટ્રેકટ દસ્તાવેજની ચકાસણી ઉપરાંત શિપિંગ તથા વીમા માહિતી માગી રહ્યા હોવાનું સ્થાનિક સુત્રોએ જણાવ્યું હતું. 

આ નવી માગણીઓને કારણે ભારતની રિફાઈનરીના સંચાલકો માટે રશિયાની ક્રુડ તેલ કંપનીઓ સાથે કામ કરવાનું મુશકેલ બની ગયું છે એટલું જ નહીં  રશિયા પાસેથી તેલની ખરીદી ધીમી પડવાની પણ શકયતા નકારાતી નથી. 

યુક્રેન પર આક્રમણ બાદ પ્રતિબંધોનો સામનો કરી રહેલા રશિયા માટે ચીન તથા ભારત મહત્વના ખરીદદાર દેશ બની રહ્યા છે. જી૭ દેશો દ્વારા રશિયાના ક્રુડ તેલના ભાવ પર જે મર્યાદા લાગુ કરવામાં આવી છે તે પાછળનો હેતુ  ક્રુડ તેલનો પ્રવાહ ચાલુ રાખી રશિયાની આવકમાં ઘટાડો કરવાનો રહેલો છે. 

પોતાના હિતોનું રક્ષણ થાય તે માટે   જી૭ના નિર્દેશ પ્રમાણે  દસ્તાવેજોની માગણી કરવામાં આવી રહી હોવાનું બેન્કરો જણાવી રહ્યા છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here