Kabul થી એક સાથે 290 લોકોને ભારત લઈને આવી રહ્યું છે C-17 ગ્લોબ માસ્ટર, 70 અફઘાની નાગરિકો પણ સામેલ

0
182
વિદેશ મંત્રાલયનું અફઘાન સેલ 24 કલાક સક્રિય છે અને ફોન તથા ઈમેઈલ દ્વારા સંપર્ક થઈ શકે છે. અફઘાન સેલ 16 ઓગસ્ટથી કામ કરી રહ્યું છે અને વિઝા માટે ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવી રહી છે.
વિદેશ મંત્રાલયનું અફઘાન સેલ 24 કલાક સક્રિય છે અને ફોન તથા ઈમેઈલ દ્વારા સંપર્ક થઈ શકે છે. અફઘાન સેલ 16 ઓગસ્ટથી કામ કરી રહ્યું છે અને વિઝા માટે ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવી રહી છે.

અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવા માટે ભારત સરકાર એક્શનમાં છે અને લોકોને પાછા લાવવાની સતત કોશિશો ચાલુ છે. અફઘાનિસ્તાનથી ભારતીય વાયુસેનાનું કાબુલથી આવી રહેલી C-17 વિમાન આજે ગાઝિયાબાદના હિંડન એરબેસ પર લેન્ડ કરી શકે છે. 

નવી દિલ્હી: અફઘાનિસ્તા માં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવા માટે ભારત સરકાર એક્શનમાં છે અને લોકોને પાછા લાવવાની સતત કોશિશો ચાલુ છે. અફઘાનિસ્તાનથી ભારતીય વાયુસેનાનું કાબુલથી આવી રહેલી C-17 વિમાન આજે ગાઝિયાબાદના હિંડન એરબેસ પર લેન્ડ કરી શકે છે. એવા ખબર છે કે આ વખતે C-17 વિમાનથી અફઘાનિસ્તાનમાં ફસાયેલા 290 લોકોને ભારત લાવવામાં આવી શકે છે. આ 290 લોકોમાં 220 ભારતીયો અને 70 અફઘાનિસ્તાનના નાગરિકો સામેલ છે. સૂત્રોથી જાણવા મળ્યું છે કે તેમાં કેટલાક શીખો પણ સામેલ છે. અફઘાનિસ્તાનના એ શીખ છે જેમણે ભારત સરકારને ત્યાંથી બહાર  કાઢવાની અપીલ કરી હતીસૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે ઓપરેશન એરલિફ્ટ ટુ  (Operation Airlift 2) માં આ વખતે કેટલાક અફઘાનિસ્તાનના સાંસદો પણ ભારત આવી શકે છે. આ વિમાન હિંડન એરબેસ પર ક્યારે ઉતરણ કરશે તેની નક્કર જાણકારી મળી નથી. પરંતુ અહીંના લોકોને લેવા માટે સવાર સવારમાં 5 બસો હિંડન એરબેસ પહોંચી ચૂકી છે.  વિદેશ મંત્રાલયના સૂત્રો પાસેથી મોટી જાણકારી મળી છે કે અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોની વતન વાપસીને લઈને વિદેશ મંત્રાલય એક્શનમાં છે. આ માટે અફઘાનિસ્તાનમાં રહેતા તમામ ભારતીયોને ડેટાબેસ તૈયાર થઈ રહ્યો છે અને હેલ્પલાઈન નંબરથી સતત 24 કલાકની વિગતો લેવાઈ રહી છે. વિદેશ મંત્રાલયનું અફઘાન સેલ 24 કલાક સક્રિય છે અને ફોન તથા ઈમેઈલ દ્વારા સંપર્ક થઈ શકે છે. અફઘાન સેલ 16 ઓગસ્ટથી કામ કરી રહ્યું છે અને વિઝા માટે ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવી રહી છે. કાબુલ સ્થિત ભારતીય દૂતાવાસથી તમામ ભારતીય કર્મચારીઓ સ્વદેશ પાછા ફરી ચૂક્યા છે અને દૂતાવાસમાં હાલ 35-40 સ્થાનિક લોકોનો સ્ટાફ જ હાજર છે. જો કે અફઘાનિસ્તાનમાં કુલ કેટલા ભારતીયો છે તેનો આંકડો નથી પરંતુ 400થી 500  ભારતીયો હોવાનું અનુમાન છે. એરપોર્ટ પહોંચી તમામ ભારતીયો માટે વાયુસેનાનું અભિયાન ચાલુ છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here