દેશની આ મોટી બેંકે વધાર્યા ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજના દર, જાણો FD પર હવે કેટલું મળશે વ્યાજ

0
119
નવા દરો 11 જુલાઈ 2022થી લાગુ થઇ ચૂક્યા છે.
ICICI બેંકની વેબસાઈટ પર દર્શાવ્યા મુજબ 2 કરોડથી 5 કરોડ રૂપિયાની વચ્ચેની એફડી(FD) પર વ્યાજ વધારવામાં આવ્યું છે.

નવી દિલ્હી : પ્રાઇવેટ સેક્ટરની દેશની બીજા ક્રમની સૌથી મોટી બેંક ICICI એ ફરીથી ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર મળતા વ્યાજના દરમાં વધારો કર્યો છે. આ પહેલાં પણ ICICI બેંકે FD પર વ્યાજ વધાર્યું હતું. આ નવા દર 2 કરોડથી વધુ અને 5 કરોડથી ઓછી રકમની FD માટે લાગુ પડશે. ICICI બેંકે એફડી પર વ્યાજ દર RBI દ્વારા ગયા મહિને રેપો રેટના દરોમાં વધારો કર્યા પછી વધાર્યા છે. આ નવા દરો 11 જુલાઈથી લાગુ કરવામાં આવ્યા છે. ICICI બેંકની વેબસાઈટ પર દર્શાવ્યા મુજબ 2 કરોડથી 5 કરોડ રૂપિયાની વચ્ચેની એફડી(FD) પર વ્યાજ વધારવામાં આવ્યું છે. આ નવા દરો 11 જુલાઈ 2022થી લાગુ થઇ ચૂક્યા છે. બેંક તરફથી અત્યારે સાત દિવસથી લઈને 10 વર્ષ સુધી મેચ્યોર થનારી FD ગ્રાહકોને ઓફર કરવામાં આવી રહી છે. બેંક 3.10%થી લઈને 5.75% સુધીનું વ્યાજ ગ્રાહકોને આપી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here