કોઈના બાપની શરમ રાખ્યા વિના મા બહેન માટે માથું આપવું પડે તો આપી દેવાનું : અલ્પેશ ઠાકોર

0
301
. જે ગમે તેવો મજબૂત માણસ હોય તેનું શરીર, દિલ ચોંધાર આંસુએ રડી જ પડે છે. ગમે તેવો માણસ હોય તે પણ હચમચી જાય તેવો બનાવ સુરતમાં બન્યો.
. જે ગમે તેવો મજબૂત માણસ હોય તેનું શરીર, દિલ ચોંધાર આંસુએ રડી જ પડે છે. ગમે તેવો માણસ હોય તે પણ હચમચી જાય તેવો બનાવ સુરતમાં બન્યો.

સુરતના ચકચારી યુવતીના હત્યા કેસમાં આજે મૃતક યુવતી ગ્રીષ્માની અંતિમ યાત્રા નીકળી હતી. જોનારા લોકોનું હૃદય હચમચી જાય તેવા કરૂણ દ્રશ્યો સામે આવ્યા હતા. આ અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા

અમદાવાદ: સુરતના ચકચારી યુવતીના હત્યા કેસમાં આજે મૃતક યુવતી ગ્રીષ્માની અંતિમ યાત્રા નીકળી હતી. જોનારા લોકોનું હૃદય હચમચી જાય તેવા કરૂણ દ્રશ્યો સામે આવ્યા હતા. આ અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. યુવતીની હત્યાથી સુરત સહિત આખુ ગુજરાત હચમચી ઉઠ્યું હતું. ત્યારે, ગ્રીષ્માની અંતિમ યાત્રામાં સુરત આખું હિબકે ચડ્યું અને સામાજિક તથા રાજકીય આગેવાનોએ પણ શ્રદ્ધાંજલિ આપી હતી. અંતિમ યાત્રા મૃતક ગ્રીષ્મા વેકરીયાના ઘરેથી મિનિબજાર થઈને અશ્વિની કુમાર ગઈ છે. આ ઘટના બાદ અનેક લોકોનું નિવેદન સામે આવી રહ્યા છે. ત્યારે ભાજપના નેતા અલ્પેશ ઠાકોર દ્વારા એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપીને ચર્ચા જગાવી છેભાજપના નેતા અલ્પેશ ઠાકોરે એક નિવેદનમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં હમણાંથી અનેક બનાવો બની રહ્યા છે. કેટલાંક અસામાજિક તત્વો છડેચોક આપણી મા, બહેન દિકરીઓ પર આંખ મારતા થયા છે. બે દિવસ પહેલાનો, ગઈકાલનો એક બનાવ જે સુરતમાં બન્યો.. જે ગમે તેવો મજબૂત માણસ હોય તેનું શરીર, દિલ ચોંધાર આંસુએ રડી જ પડે છે. ગમે તેવો માણસ હોય તે પણ હચમચી જાય તેવો બનાવ સુરતમાં બન્યો.. હું ભોળાનાથને પ્રાર્થના કરું છું કે મારા ગુજરાતમાં આવા બનાવો ના બનેઆ નિવેદન વખતે લોકોએ તાળીઓ પાડી અલ્પેશ ઠાકોરને વધાવ્યા હતા. ત્યારે અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે આ તાળીઓ પાડવાની વાત નથી. વાત છે આપણે બધાએ સજાગ રહેવાની. શું અપરાધ કે એક દીકરીનો કે સામે તેના કાકા, તેના ભાઈ સહિત બસો પાંચસો લોકો હતા. ત્યારે કોઈ લબરમૂછિયો પોતાની જાતને હિરો સમજાતો હોય તેવો નરાધમ જાહેરમાં દીકરીની ગળા પર છરી મારી દે… સાહેબ હૃદય કંપી ઉઠે. મને પોતાને એકવાર એવું થયું હતું કે મારી રિવોલ્વરથી આને જાહેરમાં ગોળીઓ મારી નાંખું. યાર આ બધામાં કેવી રીતે જીવ ચાલે, એક દીકરી કે જેની સાથે જે ઘટના બની તેનો એક ફોટો આપણાથી જોવાતો નથી. અલ્પેશ ઠાકોરે ભાર પૂર્વક જણાવ્યું હતું કે, હું યુવાનોને કહું છું કે આવું ક્યાંય પણ બનતું હોય.. કોઈના બાપની શરમ રાખ્યા વિના મા બહેન માટે માથું આપવું પડે તો આપી દેવાનું, પણ આવા લોકોને ઉંચા નહીં થવા દેવાના… નોંધનીય છે કે, કામરેજ તાલુકાના પાસોદરા પાટિયા નજીક એકતરફી પ્રેમમાં યુવકે જાહેરમાં ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીનું ગળું કાપી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. મૃતક યુવતીના પરિવારે માગ કરી છે કે, હત્યારાને જાહેરમાં ફાંસી આપવામાં આવે. અગાઉ મૃતક યુવતીના પરિવારે અગાઉ હત્યારા યુવકને વારંવાર સમજાવ્યો હતો. 7-7 વાર આરોપી અને યુવતીના પરિવાર વચ્ચે સમાધાન પણ થયું હતું. તેમ છતાં આરોપીની કરતુત સામે બદનામીના ડરથી યુવતીના પરિવારે પોલીસ ફરિયાદ નહોતી કરી અને આ હત્યા કેસમાં આરોપી યુવકના પિતાએ પણ કહ્યું છે કે, મારો જ સિક્કો ખોટો છે.

.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here