ગ્રીષ્માની અંતિમયાત્રા નીકળી: સુરત હિબકે ચઢ્યું, માતા-પિતા સહિત પરિવારનો કરૂણ આક્રંદ

0
246
કામરેજ તાલુકામાં પાસોદરા પાટિયા નજીક એકતરફી પ્રેમમાં યુવકે જાહેરમાં ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીનું ગળું કાપી કરેલી હત્યાથી રાજ્યભરમાં ચકચાર મચી છે.
કામરેજ તાલુકામાં પાસોદરા પાટિયા નજીક એકતરફી પ્રેમમાં યુવકે જાહેરમાં ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીનું ગળું કાપી કરેલી હત્યાથી રાજ્યભરમાં ચકચાર મચી છે.

સુરત: સુરતમાં ગ્રીષ્મા વેકરિયાની અંતિમયાત્રા નીકળી છે. માતા પિતા અને આખો સમાજ ચોધાર આંસુએ વિદાય આપી રહ્યો છે, ત્યારે દરેકની આંખો એક અલગ જ કહાની બયાન કરી રહી છે. ગ્રીષ્માની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. તમને જણાવી દઈએ કે ગ્રીષ્માના પિતા વિદેશમાં હોવાથી તેની બે દિવસ અંતિમયાત્રા કરવામાં આવી નહોતી. આજે જ્યારે તેના પિતા આવ્યા ત્યારે દીકરી સાથે બનેલી ઘટના સાંભળીને સ્થિતિ કપરી બની હતી. ગ્રીષ્માની પાલખી પાસે પિતા, માતા, ભાઈ અને પરિવારજનો વિલાપ કરી રહ્યા છે. આખી સોસાયટી શોકમગ્ન બની ગઈ હતી. સોસાયટીને કોર્ડન કરવામાં આવી છે. મહિલાઓ મોટી સંખ્યામાં આવી રહી છે. પોલીસનો પણ ચૂસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે તમને જણાવી દઈએ કે કામરેજ તાલુકામાં પાસોદરા પાટિયા નજીક એકતરફી પ્રેમમાં યુવકે જાહેરમાં ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીનું ગળું કાપી કરેલી હત્યાથી રાજ્યભરમાં ચકચાર મચી છે. સરેઆમ તમામ લોકોની હાજરીમાં યુવતીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. યુવતીની આવી ઘાતકી હત્યાને લઈને આખું ગુજરાત હચમચી ઊઠ્યું છે. ત્યારે, ગ્રીષ્માના મૃતદેહનો આજે અંતિમસંસ્કાર કરવામાં આવશે. ગ્રીષ્માના અંતિમસંસ્કારમાં સુરત આખું હિબકે ચડે અને મોટી સંખ્યામાં લોકો તેના અંતિમસંસ્કારમાં જોડાઈ શકે છે. જેના કારણે સુરક્ષાના કારણોસર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ​​​​​​​ભાઈના હાથે બહેન ગ્રીષ્માને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. અશ્વિનીકુમાર સ્મશાન ગૃહમાં ગ્રીષ્માની યોજાયેલી અંતિમ વિધિમાં સ્મશાન પણ જાણે શોક મગ્ન બની ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયાં હતાં.મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને બે હાથ જોડીને વિદાય આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here