કેશ કાંડ મામલે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયેલા ઝારખંડના 3 ધારાસભ્યો સહિત 5ની ધરપકડ

0
136
ઝારખંડ કોંગ્રેસના પ્રભારી અવિનાશ પાંડેએ આ વિશે કહ્યું કે, અમારી ગઠબંધન સરકારને તોડવા માટે ચલાવવામાં આવેલ 'ઓપરેશન લોટસ' નિષ્ફળ ગયું છે.
ઝારખંડના ત્રણ કોંગ્રેસી ધારાસભ્યો સહિત 5 લોકો પાસેથી 50 લાખ રૂપિયા રોકડા મળ્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે.

કોલકાતા : ઝારખંડના ત્રણ કોંગ્રેસી ધારાસભ્યો સહિત 5 લોકો પાસેથી 50 લાખ રૂપિયા રોકડા મળ્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે. આ પાંચ લોકોને આજે કોર્ટમાં હાજર કરવામાં આવશે. આ 5 લોકોમાં ઝારખંડ કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો, એક ડ્રાઈવર અને એક સહાયક સામેલ છે. જણાવી દઈએ કે, આજે ઝારખંડ કોંગ્રેસના પ્રભારીએ દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે, આ ત્રણ ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.ઝારખંડ કોંગ્રેસના પ્રભારી અવિનાશ પાંડેએ આ વિશે કહ્યું કે, અમારી ગઠબંધન સરકારને તોડવા માટે ચલાવવામાં આવેલ ‘ઓપરેશન લોટસ’ નિષ્ફળ ગયું છે. કોંગ્રેસ નેતાએ આ સમગ્ર ઘટના માટે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાને જવાબદાર ઠેરવ્યા છે. અવિનાશ પાંડેએ કહ્યું કે, આસામના મુખ્યમંત્રીએ છેલ્લા ઘણા દિવસોથી દિલ્હીમાં પડાવ નાખ્યો હતો. તેમણે કયા ધારાસભ્યો સાથે વાત કરી તેના ફોન રેકોર્ડિંગ સહિતનો તમામ રેકોર્ડ અમારી પાસે છે સમય આવશે ત્યારે તેને બધાની સામે લાવવામાં આવશે. કોંગ્રેસ નેતાએ આરોપ લગાવ્યો કે, ભાજપ દ્વારા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં જે કરાયું તે જ ઝારખંડમાં પુનરાવર્તન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રાજસ્થાનમાં પણ કોંગ્રેસ સરકારને તોડી પાડવાનું ષડયંત્ર જોવા મળ્યું હતું. હું એવા ધારાસભ્યોનો આભાર માનીશ કે જેમણે પોતાને વેચ્યા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here