ચોખાના વાવેતરમાં ઘટને પરિણામે ખરીફ વાવણી બે ટકા કરતા વધુ નીચી

0
66
ઊંચા ભાવને પરિણામે કપાસ તરફ ખેડૂતોના આકર્ષણમાં વધારો
ચોખા એ મુખ્ય ખરીફ પાક છે. કઠોળમાં ૨.૮૬ ટકા જ્યારે કડધાન્યમાં ૫.૧૧ ટકા વધારો જોવા મળ્યો છે. કપાસનું વાવેતર ૫.૩૪ ટકા વધી ૧૧૭.૬૫ લાખ હેકટર વિસ્તાર રહ્યું છે.

મુંબઈ : ડાંગરના વાવેતરની ધીમી ગતિને પરિણામે વર્તમાન ખરીફ મોસમમાં એકંદર વાવણી વિસ્તાર ગયા વર્ષના ૨૯ જુલાઈના ૮૪૧.૬૬ લાખ હેકટર વિસ્તારની સરખામણીએ ૨.૧૭ ટકા ઓછો રહીને ૮૨૩.૪૦ લાખ હેકટર વિસ્તાર રહ્યો છે.  પેડ્ડીની વાવણી ગયા વર્ષની સરખામણીએ ૧૩.૨૮ ટકા નીચી રહીને ૨૩૧.૫૯ લાખ હેકટર રહી છે, એમ કૃષિ મંત્રાલયના આંકડા જણાવે છે. ચોખા એ મુખ્ય ખરીફ પાક છે. કઠોળમાં ૨.૮૬ ટકા જ્યારે કડધાન્યમાં ૫.૧૧ ટકા વધારો જોવા મળ્યો છે. કપાસનું વાવેતર ૫.૩૪ ટકા વધી ૧૧૭.૬૫ લાખ હેકટર વિસ્તાર રહ્યું છે.  ચોખાના વાવેતરને બાદ કરતા એકંદર ખરીફ પાકનો વાવણી વિસ્તાર ગયા વર્ષની સરખામણીએ અત્યારસુધીમાં ૩ ટકા વધુ જોવા મળી રહ્યો છે. ગયા સપ્તાહમાં  કૃષિ મંત્રાલયે ચોખા, કપાસ તથા શેરડીના વાવણી વિસ્તાર જારી કર્યા નહોતા. કઠોળમાં તુવેરનું વાવેતર ૧૩.૫૦ ટકા નીચું રહ્યું છે. મહારાષ્ટ્ર તથા તેલંગણા વિસ્તારના ખેડૂતોએ કપાસ તરફ વધુ ધ્યાન આપતા તુવેરનો વાવણી વિસ્તાર નીચો રહ્યાનું કૃષિ મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું. જો કે મગનું વાવેતર ૧૫.૭૦ ટકા વધુ રહ્યું છે. કપાસના ઊંચા ભાવને ધ્યાનમાં રાખી ખેડૂતોનું તે તરફ આકર્ષણ વધ્યું છે.  તેલીબિયાંમાં સોયાબીનનું વાવેતર ૨.૫૦ ટકા વધુ રહ્યું છે જ્યારે મગફળીમાં અઢી ટકા ઘટ જોવા મળી રહી હોવાનું પણ પ્રાપ્ત આંકડા પરથી જણાય છે. હવામાન વિભાગના આંકડા પ્રમાણે વર્તમાન મોસમમાં વરસાદનું પ્રમાણ અત્યારસુધી સામાન્ય કરતા નવ ટકા વધુ રહ્યું છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here