ઓમિક્રોન વેરિઅન્ટ ભારતમાં તેજીથી ફેલાઈ રહ્યો છે, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં ચિંતાજનક

0
218
દિલ્હીમાં પણ તાન્ઝાનિયાથી આવેલી એક વ્યક્તિ સંક્રમિત છે. તો મહારાષ્ટ્રના પિંપરી ચિંચવાડમાં 6 અને પુણેમાં એક દર્દી ઓમિક્રોનથી સંક્રમિત થઈ છે.
દિલ્હીમાં પણ તાન્ઝાનિયાથી આવેલી એક વ્યક્તિ સંક્રમિત છે. તો મહારાષ્ટ્રના પિંપરી ચિંચવાડમાં 6 અને પુણેમાં એક દર્દી ઓમિક્રોનથી સંક્રમિત થઈ છે.

ભારતમાં ઓમિક્રોનના અત્યાર સુધીમાં 21 દર્દીઓ સામે આવ્યા છે. જોકે, તેમના સંપર્કમાં આવેલા બાકીના લોકોને પણ ટ્રેસ કરવામાં આવી રહ્યા છે. ચિંતાનો વિષય એટલા માટે પણ છે કારણ કે તેમાંના મોટાભાગનાને રસીના બંને ડોઝ મળ્યા છે.

દુનિયાના 38 દેશોમાં ફેલાઈ ચૂકેલા કોરોનાના (Covid 19) ઓમિક્રોન વેરિઅન્ટે હવે ભારતમાં તેજીથી પગપેસારો કર્યો છે (Omicron cases in india) . આ કેટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે તેનો અંદાજો આ વાતથી જ લગાવી શકીએ છીએ કે ફક્ત 4 દિવસમાં જ ભારતમાં આ વેરિઅન્ટથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 21 થઈ ગઈ છે. 2 ડિસેમ્બરે દેશમાં ઓમિક્રોનનો પહેલો કેસ નોંધાયો હતો અને 6 ડિસેમ્બર સુધીમાં આ સંખ્યા 21 સુધી પહોંચી ગઈ છે રવિવારે એક જ દિવસમાં ઓમિક્રોનના 17 નવા દર્દીઓ મળ્યા. રાજસ્થાનના જયપુરમાં 9, મહારાષ્ટ્રમાં 7 અને રાજધાની દિલ્હીમાં 1 દર્દી ઓમિક્રોનથી સંક્રમિત મળ્યો. અત્યારસુધીમાં ઓમિક્રોન વેરિઅન્ટ દિલ્હી સહિત 5 રાજ્યોમાં ફેલાઈ ચૂક્યો છે. સૌથી વધુ 9 દર્દી રાજસ્થાનમાં, મહારાષ્ટ્રમાં 8, કર્ણાટકમાં 2,અત્યારસુધી જેટલા પણ દર્દીઓ મળ્યા છે, તે દક્ષિણ આફ્રિકાથી પાછા આવ્યા હતા અથવા કોઈ હાઈ રિસ્ક દેશોમાંથી પ્રવાસ કરીને પરત ફર્યા હતા. અત્યારે ઓમિક્રોનથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધુ ઝડપથી વધી શકે છે કેમકે શંકાસ્પદોની રિપોર્ટ આવવાની બાકી છે. તેમના સેમ્પલ જીનોમ સિકવન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે. તો સંક્ર્મીતોના સંપર્કમાં આવેલા લોકોને ટ્રેસ પણ કરવામાં આવી રહ્યા છે.કર્ણાટકની રાજધાની બેંગલોરમાં ઓમિક્રોનનો પહેલો કેસ આવ્યો. એ દિવસે બે લોકો ઓમિક્રોનથી સંક્રમિત છે એવું સામે આવ્યું. તેમાંથી એક 66 વર્ષના વૃદ્ધ હતા જે દક્ષિણ આફ્રિકાથી વાયા દુબઈ ભારત પહોંચ્યા હતા. બીજા દર્દીની ઉંમર 46 વર્ષ હતી, પરંતુ ચોંકાવનારી વાત એ છે કે તેમણે દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ પણ ન હતો કર્યો અને ત્યાંથી પરત આવેલા કોઈના સંપર્કમાં પણ ન હતા આવ્યા.શનિવારે ઓમિક્રોન વેરિઅન્ટના વધુ બે કેસ સામે આવ્યા. એક કેસ ગુજરાતમાં અને બીજો મહારાષ્ટ્રના થાનેમાં આવ્યો. ઝિમ્બાબ્વેથી ગુજરાતના જામનગર આવેલા 72 વર્ષના વૃદ્ધ ઓમિક્રોનની ઝપેટમાં આવ્યા. તેમના સંપર્કમાં આવેલા વધુ દસ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે, જેની રિપોર્ટ આવવાની બાકી છે. આ દિવસે મહારાષ્ટ્રના ડોંબીવલીમાં કેપટાઉનથી આવેલ એક વ્યક્તિ પણ ઓમિક્રોન સંક્રમિત મળી.રવિવારે એક જ દિવસમાં 17 નવા કેસ સામે આવ્યા. જયપુરમાં 9 લોકો ઓમિક્રોનથી સંક્રમિત મળ્યા. તેમાંથી 4 લોકો દક્ષિણ આફ્રિકાથી પાછા આવ્યા હતા અને બાકી 5 તેમના સંપર્કમાં આવ્યા હતા. દિલ્હીમાં પણ તાન્ઝાનિયાથી આવેલી એક વ્યક્તિ સંક્રમિત છે. તો મહારાષ્ટ્રના પિંપરી ચિંચવાડમાં 6 અને પુણેમાં એક દર્દી ઓમિક્રોનથી સંક્રમિત થઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here