અમેરિકામાં ગુજરાતી મૂળની બાળકીના મૃત્યુ બદલ યુવકને 100 વર્ષની સજા

0
112
ત્રણ દિવસની સારવારના અંતે 23 માર્ચ, 2021ના રોજ બાળકીનું મોત 
પાંચ વર્ષની માયા પટેલ એક હોટેલના રૂમમાં રમી રહી હતી ત્યારે એક ગોળી તેના રૂમમાં ઘૂસી અને તેના માથામાં વાગી હતી 

 અમેરિકાના રાજ્ય લૂસિયાનામાં ૨૦૨૧માં પાંચ વર્ષીય ગુજરાતી મૂળની બાળકીના મોત બદલ ૩૫ વર્ષીય પુરુષને ૧૦૦ વર્ષની આકરી સજા સંભળાવવામાં આવી છે તેમ સ્થાનિક મીડિયાએ એક નિવેદનમાં જણાવ્યું છે. 

શ્રેવેપોર્ટના જોસેફ લી સ્મિથને માયા વિમલ પટેલની હત્યાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા પછી આ સજા ફટકારવામાં આવી છે તેમ સ્થાનિક મીડિયાના સંદર્ભથી જણાવવામાં આવ્યું છે. 

માયા મોંકહાઉસ ડ્રાઇવ પર એક હોટેલના રૂમમાં રમી રહી હતી જ્યારે એક ગોળી તેના રૂમમાં ઘૂસી અને તેના માથામાં વાગી હતી. માયાને નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં ત્રણ દિવસની સારવારના અંતે ૨૩ માર્ચ, ૨૦૨૧ના રોજ  તેને મૃત જાહેર કરવામાં આવી હતી.

સ્મિથના પરીક્ષણ દરમિયાન જ્યૂરીને જાણવા મળ્યું હતું કે સુપર ૮ મોટલની પાર્કિંગમાં સ્મિથનો એક વ્યકિત સાથે ઝઘડો થયો હતો. તે સમયે હોટલની માલિકી અને સંચાલન વિમલ અને સ્નેહલ પટેલની પાસે હતી.

જે માયા અને એક નાના ભાઇની સાથે ગ્રાઉન્ડ ફલોર યુનિટમાં રહેતા હતાં. ઝઘડા દરમિયાન સ્મિથે બીજી વ્યકિતને ૯ એમએમ હેડગનથી ગોળી મારી હતી જે ડિસ્ચાર્જ થઇ ગયો હતો. ગોળી બીજા માણસને વાગી ન હતી પરંતુ હોટેલના રૂમમાં જતી રહી હતી અને માયાના માથામાં વાગી હતી.

અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે જિલ્લા જજ જોન ડી મોસ્લીએ માર્ચ, ૨૦૨૧માં માયાની હત્યાના સંદર્ભમાં સ્મિથને ૬૦ વર્ષની સજા સંભળાવવામાં આવી છે. ન્યાયમાં અવરોધ ઉભો કરવા બદલ સ્મિથને ૨૦ વર્ષની સજા તથા હત્યા સાથે જોડાયેલ અલગ અલગ અપરાધ માટે ૨૦ વર્ષની સજા સંભળાવવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here