ચલણની કટોકટીનો સામનો કરી રહેલા દેશો સાથે ભારત રૂપિયામાં વેપાર કરવા તૈયાર

0
38

– આગામી દિવસોમાં નિકાસને લઈને દ્રષ્ટિકોણમાં ફેરફાર થશે

જે દેશો ડોલરની અછત અથવા ચલણની નિષ્ફળતાનો સામનો કરી રહ્યા છે તેમની સાથે ભારત ભારતીય રૂપિયામાં વેપાર કરવા તૈયાર છે  તેમ વાણિજ્ય સચિવ સુનીલ બર્થવાલે જણાવ્યું હતું. સરકાર રૂપિયાની ચુકવણીની સિસ્ટમને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારતીય રૂપિયાને વૈશ્વિક ચલણ બનાવવાના ઉદ્દેશ્ય સાથે ફોરેન ટ્રેડ પોલિસીમાં ફેરફારો કરવામાં આવ્યા છે જેથી કરીને તેમાં વિદેશી વેપાર વ્યવહાર થઈ શકે. આ પ્રસંગે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ૨૦૩૦ સુધીમાં ૨૦૦૦ બિલિયન ડોલરનું નિકાસ લક્ષ્ય હાંસલ કરી લેવામાં આવશે.કોઈ પણ ઉદ્યોગ માત્ર સબસિડી અથવા સમર્થનના આધારે સફળ થઈ શકતો નથી. આગામી દિવસોમાં નિકાસને લઈન દ્રષ્ટિકોણમાં ફેરફાર થશે.
ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ સંતોષ સારંગીએ જણાવ્યું હતું કે ફોરેન ટ્રેડ પોલિસી ૨૦૨૩ ની જાહેરાત નીતિમાં સાતત્ય અને જવાબદાર માળખું પ્રદાન કરવા માટે કરવામાં આવી છે. તેમણે કહ્યું કે એડવાન્સ ઓથોરાઈઝેશન અને ઈપીસીજી ઓથોરાઈઝેશન ધારકો માટે ફોરેન ટ્રેડ પોલિસી  હેઠળ એક્સપોર્ટ ઓબ્લિગેશનમાં ડિફોલ્ટના વન ટાઈમ સેટલમેન્ટ માટે એમ્નેસ્ટી સ્કીમ શરૂ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here