સોનાની કિંમતમાં મોટો ઉછાળો, ચાંદીની કિંમત પણ વધી

0
150
જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે.
જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે.

ગુરુવારે સવારે એમસીએક્સ (MCX) પર ફ્યુચર સોના અને ચાંદીની કિંમતમાં ઉછાળો જોવામાં આવ્યો હતો.

નવી દિલ્હી: વિશ્વમાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોન (Omicron variant)ના વધી રહેલા ખતરા વચ્ચે રોકાણકારો સાવધાની પૂર્વક વર્તન કરી રહ્યા છે. ગુરુવારે સવારે એમસીએક્સ (MCX) પર ફ્યુચર સોના અને ચાંદીની કિંમત (Gold silver price, 23 December 2021)માં ઉછાળો જોવામાં આવ્યો હતો. સવારે એમસીએક્સ (MCX) પર સોનાની કિંમત 0.21% વધીને 48,299 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર જોવામાં આવી હતી. બીજી તરફ ચાંદીની કિંમત  (Silver price hike) 0.23 ટકા વધીને ભાવ 62,328 રૂપિયા પ્રતિ કિલોગ્રામ જોવામાં આવ્યો હતો. એમસીએક્સ પર સોના-ચાંદીની ફેબ્રુઆરીની વાયદા કિંમતમાં ક્રમશ: 100 રૂપિયા અને 140 રૂપિયાનો વધારો જોવામાં આવ્યો હતો બજાર નિષ્ણાતો માની રહ્યા છે કે, તહેવારોની સિઝનને પગલે હાજર સોનાની માંગમાં વધારો થયો છે. જેના પગલે ભાવમાં વધારો થયો છે. આ ઉપરાંત ભારતીય રૂપિયા સામે ડૉલર નબળો બનતા તેમજ ઓમિક્રોનના ખતરાને ધ્યાનમાં રાખીને સોનામાં રોકાણ પ્રત્યે આકર્ષણ વધ્યું છે. બીજી તરફ આ અઠવાડિયે હાજર સોનાની માંગમાં વધારો થયો છે. લોકો એવું માનીને સોનાની ખરીદી કરવા માટે દોડી રહ્યા છે કે સોનાની કિંમત નજીકના ભવિષ્યમાં વધી શકે છે. બીજી તરફ ક્રિસમસને લઈને પણ સોનાની માંગ વધી છે. 24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. ‘BIS Care app’ મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here