ગુજરાતના ટોપ 20 પ્રદૂષિત શહેરોમાં મહેસાણાનો સમાવેશ; હવેથી વાતાવરણમાં પ્રદૂષણના સ્તરનું નિયમિત મોનિટરિંગ કરાશે

0
91
ગુજરાત અને મહારાષ્ટ્રની ઔદ્યોગિક વસાહતોમાં પ્રદુષણ ચિંતાજનક વધ્યું -

Mehsana: ઉત્તર ગુજરાતમાં હવેથી વાતાવરણમાં પ્રદૂષણની માત્રા અંગે દૈનિક મોનીટરીંગ કરીને રીપોર્ટ કરવામાં આવશે. મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પ્રદૂષણના પ્રમાણ અંગે દૈનિક મોનીટરીંગ થઈ શકે તે માટે 7 લોકેશન ઉપર મશીન લગાવવામાં આવ્યા છે. મહેસાણા જિલ્લામાં મહેસાણા જીઆઈડીસીમાં, કડી નગરપાલિકા અને થોળ સીએચસીમાં મશીન કાર્યરત કરાયા છે.

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આરડીએસ (રેસ્પીરેબલ ડસ્ટ સેમ્પલર) અને 2.5 સેમ્પલર મશીન લગાવવામાં આવ્યા છે. આ મશીનો દ્વારા હવામાં રહેલાં પીએમ-10, પીએમ 2.5, એસઓએક્સ, એનઓએક્સ, કાર્બન મોનોક્સાઈડ, એમોનિયા, બેન્ઝિન અને હેવી મેટલનાં પ્રમાણના દર 24 કલાકનાં ડાટા નોંધવામાં આવશે. દર અઠવાડીયે બે, માસિક 4 અને વાર્ષિક 104 સેમ્પલ લઈને હવાની ગુણવત્તા અંગે અભ્યાસ કરવામાં આવશે.

ગુજરાતના 20 પ્રદૂષિત શહેરોમાં મહેસાણાના સમાવેશથી ચિંતા
ગુજરાતના 20 પ્રદૂષિત શહેરોની યાદીમાં મહેસાણાનો પણ સમાવેશ થાય એર ક્વોલીટી ઈન્ડેક્સમાં મહેસાણાની એક્યુઆઈ હાલમાં દિલ્હી અને મુંબઈની સમાંતર જોવા મળી રહી છે. સોમવારે બપોરે 4 કલાકે મહેસાણા શહેરની એક્યુઆઇ (એક ક્વોલીટી ઈન્ડેક્સ) 159 જોવા મળી હતી. તે સમયે દિલ્હીની એક્યુઆઈ 158 અને મુંબઈની એક્યુઆઈ 153 નોંધાઈ હતી. જ્યારે ગુજરાતના અમદાવાદ, અંકલેશ્વર, ભાવનગર, ભુજ, ચીખલી, દમણ, ધોળકા, દ્વારકા, ગાંધીનગર, ગોધરા, જામનગર, જસદણ, મેઘરજ, નાંદોદ, નવસારી, પોરબંદર, રાજકોટ, શિહોર, સુરત, વડોદરા, વલસાડ અને વાપીની એક્યુઆઇ મહેસાણા કરતાં ઓછી જોવા મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here