યુક્રેન પર પ્રચંડ હુમલો થશે : રશિયાનાં ફાઈટર જેટ્સ તૈયાર : અમેરિકા

0
37
પુતિનના હુકમની જ રાહ છે
આ હુમલામાં રશિયન એરફોર્સનાં સેંકડો-યુદ્ધ વિમાનો અને હેલિકોપ્ટર્સ ભાગ લેશે : જન. બેરોન્સ

વોશિંગ્ટન: રશિયા-યુક્રેન યુદ્ધને એક વર્ષ પૂરૂં થઈ ગયું છે. અમેરિકાએ યુક્રેનને પહેલેથી જ સંકેત આપી દીધો હતો કે રશિયા પ્રચંડ હુમલા કરવાની તૈયારીમાં છે. રશિયાનાં સેંકડો ફાઈટર જેટ્સ અને હેલિકોપ્ટર્સ તૈયાર છે. માત્ર પુતિનના હુકમની જ રાહ છે. અમેરિકી જનરલ રિચાર્ડ બેરોન્સે જાસૂસી માહિતી ઉપરથી આ ચેતવણી આપતાં કહ્યું છે કે, યુક્રેની એરડીફેન્સ લગભગ ખતમ થઈ ગયું છે. તેથી હવે રશિયન એરફોર્સને સામનાની ચિંતા નથી, જે પહેલાં હતી.

જોકે જનરલ બેરોન્સે તેમ પણ કહ્યું હતું કે, યુક્રેન યુદ્ધમાં બંને પક્ષોને ભારે નુકસાન પહોંચ્યું જ છે. પરંતુ યુક્રેન પોતાની ભૂલો સમજવામાં ઘણા ધીમા છે. બીજી તરફ પોતાની અત્યંત ટીકા જગતભરમાં થઈ રહી હોવાથી યુદ્ધનો અંત લાવવા મજબૂર થયા છે.

વાસ્તવમાં જો બાયડનની યુક્રેનની મુલાકાતથી પરિસ્થિતિ વધુ વણસી છે. તેમ વિશ્લેષકોનું માનવું રહ્યું છે. ભલે, આ યાત્રા ગુપ્ત હતી તેથી દુનિયા ચોંકી ગઈ હતી. બાયડને વોર્સામાં નાટોના પૂર્વના દેશોની એક મહત્ત્વની બેઠક પણ બોલાવી હતી. જોકે આ યાત્રાથી સંભવતઃ રશિયન આક્રમણ ઉપર બ્રેક લાગી હતી.

હવે રશિયા નવેસરથી પ્રચંડ હુમલો કરવા તૈયાર છે. માત્ર પુતિનના હુકમની જ રાહ છે. તેમ પણ અમેરિકી જનરલે ફરી ભારપૂર્વક કહ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here