જામનગરનાં ‘દિપક’નું બ્રેન ડેડ થતા પરિવારે 6 અંગોનું દાન કર્યું

0
289
દિપકભાઇના કિડની, લિવર, આંખ અને હૃદયનું દાન કરવાનો નિર્ણય લેવાયો હતો
દિપકભાઇના કિડની, લિવર, આંખ અને હૃદયનું દાન કરવાનો નિર્ણય લેવાયો હતોદિપકભાઇના કિડની, લિવર, આંખ અને હૃદયનું દાન કરવાનો નિર્ણય લેવાયો હતો

 જામનગરનાં રહેવાસી દિપક ભાઇ ત્રિવેદીને અચાનક જ માથાનો દુખાવો થયો અને બાદમાં ઉલટી થઇ હતી. સ્થાનિક ડોક્ટર્સને બતાવતા તેમણે ક્રિટિકલ સમસ્યા હોવાનું નિદાન થયું અને તેમને રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપી હતી. જે બાદ તેમને રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યાં ત્યારે તેમને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યાં હતાં. સ્વજનો આઘાતમાં હતાં પણ તેમને દિપક ભાઇને અલગ રીતે જીવંત રાખ્યા. તેમણે તેમનાં અંગ દાનનો નિર્ણય લીધો. અને તેમનાં છ અંગોનું દાન કરવામાં આવ્યું છે.દિપકભાઇ આ દુનિયામાંથી કાયમને માટે વિદાય લે એ પછી પણ તેમના અંગો બીજા જરૂરીયાતમંદોના શરીરમાં ધબકતા રહે એવું સારું કાર્ય તેમના સ્વજનોએ કર્યું છે. દિપકભાઇના કિડની, લિવર, આંખ અને હૃદયનું દાન કરવાનો નિર્ણય લેવાયો હતો. અંગદાનની આ વિધી આજે સવારે ખાનગી હોસ્પિટલ માં અલગ અલગ તબિબો અને સ્ટાફની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી.દિપકભાઇ ત્રિવેદીને ગત રવિવારે અચાનક માથામાં દુઃખાવો ચાલુ થઇ જતાં તેમણે સામાન્ય કારણ હશે તેમ માની ઘરગથ્થુ દવા લીધી હતી. પણ બીજા દિવસે સવારે ઉલ્ટીઓ ચાલુ થઇ જતાં તબિયત એકાએક વધુ ખરાબ થઇ ગઇ હતી. સોમવારે જામનગરની પ્રાઇવેટ હોસ્પિટલમાં બતાવતાં ક્રિટીકલ પ્રોબ્લેમ હોવાનું નિદાન થતાં ત્યાંથી રાજકોટ અથવા અમદાવાદની હોસ્પિટલમાં લઇ જવાની સલાહ આપવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here