કોરોના રસીકરણમાં ભારતે ઈતિહાસ સર્જી નાખ્યો, 100 કરોડ ડોઝનો આંકડો કર્યો પાર

0
149
ભારતે રસીકરણ કાર્યક્રમ શરૂ થયા બાદથી ફક્ત 9 મહિનામાં જ આ ઉપલબ્ધિ હાંસલ કરી છે. ડો. પુનમ ખેત્રપાલ સિંહ (રિજનલ ડાયરેક્ટર, WHO સાઉથ ઈસ્ટ એશિયા) એ 100 કરોડ રસીકરણનો આંકડો પાર કરવા બદલ ભારતને શુભેચ્છા પાઠવી.
ભારતે રસીકરણ કાર્યક્રમ શરૂ થયા બાદથી ફક્ત 9 મહિનામાં જ આ ઉપલબ્ધિ હાંસલ કરી છે. ડો. પુનમ ખેત્રપાલ સિંહ (રિજનલ ડાયરેક્ટર, WHO સાઉથ ઈસ્ટ એશિયા) એ 100 કરોડ રસીકરણનો આંકડો પાર કરવા બદલ ભારતને શુભેચ્છા પાઠવી.

નવી દિલ્હી: ભારતે આજે દુનિયામાં ઐતિહાસિક મુકામ હાંસલ કર્યો છે. દેશે 100 કરોડ કોરોના રસીકરણના જાદુઈ આંકડાને પાર કર્યો છે. આંતરિયાળ પહાડી વિસ્તારોથી લઈને કાંઠા વિસ્તારો સુધી જે પ્રકારે રસીકરણ પૂરપાટ ઝડપે  ચાલી રહ્યું છે તે પ્રશંસનીય છે. આ વર્ષે 16 જાન્યુઆરીથી શરૂ થયેલા રસીકરણ બાદ અત્યાર સુધીમાં 100 કરોડથી વધુ ડોઝ લોકોને અપાઈ ચૂક્યા છે. દેશે 280 દિવસમાં આટલી મોટી સફળતા મેળવી. કદાચ આ જ પરિણામે અનેક રાજ્યોમાં નવા કેસની સંખ્યા તો 100 કરતા પણ  ઓછી થઈ ગઈ છે.આ અવસરે પીએમ મોદી દિલ્હીમાં આરએમએલ હોસ્પિટલ પહોંચ્યા. પીએમ મોદીએ અહીં ફ્રન્ટ લાઈન વર્કર્સ સાથે મુલાકાત કરી. નીતિ આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) ડો. વીકે પોલે કોરોના રસીકરણના 100 કરોડના આંકડાને પાર કરવા બદલ ભારતના લોકો અને સ્વાસ્થ્ય કર્મીઓને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે કોઈ પણ દેશ માટે 100 કરોડ ડોઝના આંકડા સુધી પહોંચવું તે ખુબ મોટી ઉપલબ્ધિ છે. ભારતે રસીકરણ કાર્યક્રમ શરૂ થયા બાદથી ફક્ત 9 મહિનામાં જ આ ઉપલબ્ધિ હાંસલ કરી છે. ડો. પુનમ ખેત્રપાલ સિંહ (રિજનલ ડાયરેક્ટર, WHO સાઉથ ઈસ્ટ એશિયા) એ 100 કરોડ રસીકરણનો આંકડો પાર કરવા બદલ ભારતને શુભેચ્છા પાઠવી. તેમણે કહ્યું કે એક વધુ માઈલસ્ટોન પાર કરવા બદલ ભારતને શુભેચ્છા. અત્રે જણાવવાનું કે આજે દેશભરમાં 100 સ્મારકોને તિરંગાથી રોશન કરવાની યોજના છે. લાલ કિલ્લા પર 225 ફૂટ લાંબો તિરંગો લહેરાવવામાં આવશે. જેનું વજન લગભગ 1400 કિગ્રા છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here