ભારતની ‘રાઈટિંગ વિથ ફાયર’ બેસ્ટ ડોક્યુમેન્ટ્રી કેટેગરીમાં નોમિનેટ થઈ

0
68
નોમિનેશનની જાહેરાત ટ્રેસી એલિસ રોસ અને લેસ્લી જોર્ડન દ્વારા મંગળવાર સાંજે એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સના ટ્વિટર પેજ પર કરવામાં આવી
નોમિનેશનની જાહેરાત ટ્રેસી એલિસ રોસ અને લેસ્લી જોર્ડન દ્વારા મંગળવાર સાંજે એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સના ટ્વિટર પેજ પર કરવામાં આવી

ભારતની ‘રાઈટિંગ વિથ ફાયર’ ડોક્યુમેન્ટરીને ઓસ્કર એવોર્ડ 2022 માટે ફાઈનલ નોમિનેશન લિસ્ટમાં નોમિનેટ કરવામાં આવી છે. PTI ન્યૂઝ એજન્સીના અનુસાર, એકેડમી એવોર્ડ્સની 94મી એડિશનની ફાઈનલ લિસ્ટમાં આ ઈન્ડિયન ડોક્યુમેન્ટ્રીને બેસ્ટ ડોક્યુમેન્ટ્રી ફીચર કેટેગરીમાં સામેલ કરવામાં આવી છેનોમિનેશનની જાહેરાત ટ્રેસી એલિસ રોસ અને લેસ્લી જોર્ડન દ્વારા મંગળવાર સાંજે એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સના ટ્વિટર પેજ પર કરવામાં આવી. ઈન્ડિયન ડોક્યુમેન્ટ્રીનું રિન્ટુ થોમસ અને સુષ્મિતા ઘોષ દ્વારા નિર્દેશન કરવામાં આવ્યું છે. બંનેની કરિયરની આ પહેલી ડોક્યુમેન્ટ્રી છે. રાઈટિંગ વિથ ફાયરની કહાની દલિત મહિલા દ્વારા ચલાવવામાં આવતા ભારતના એકમાત્ર ન્યૂઝ પેપર “ખબર લહરિયા” સાથે સંબંધિત છે. તેમાં બતાવવામાં આવ્યું છે કેવી રીતે દલિત મહિલાઓ આ અખબારને પ્રિન્ટમાંથી ડિજિટલમાં કન્વર્ટ કરે છે અને તેમને સામાજિક વર્તુળ સાથે જોડવામાં આવે. આ દરમિયાન તેમની સામે જ્ઞાતિ અને જેન્ડર સાથે સંબંધિત ઘણા પડકારો સામે આવે છે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here