નેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ એક્ટર ચંદ્રકાંત પંડ્યાનું નિધન

0
195
રામાયણમાં સિરિયલમાં નિષાદ રાજની ભૂમિકાથી તેઓ જાણીતા બન્યા હતા. આ સાથે તેમણે અનેક ગુજરાતી ફિલ્મોમાં પણ પોતાનો અભિનય આપ્યો છે. તેમના અંતિમ સંસ્કાર આજે મુંબઈ ખાતે રાખવામાં આવ્યા છે.
રામાયણમાં સિરિયલમાં નિષાદ રાજની ભૂમિકાથી તેઓ જાણીતા બન્યા હતા. આ સાથે તેમણે અનેક ગુજરાતી ફિલ્મોમાં પણ પોતાનો અભિનય આપ્યો છે. તેમના અંતિમ સંસ્કાર આજે મુંબઈ ખાતે રાખવામાં આવ્યા છે.

શેઠ જગડુશા, ભાદર તારા વહેતા પાણી, સોનબાઈની ચૂંદડી, પાતળી પરમાર જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું

નેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ એક્ટર ચંદ્રકાંત પંડ્યાનું નિધન, રામાયણમાં કર્યો હતો નિષાદ રાજનો રોલ રામાયણમાં લંકેશનો રોલ કરનારા અરવિંદ ત્રિવેદીના નિધન બાદ ગુજરાતી ફિલ્મોના વધુ એક જાણીતા જાણીતા અભિનેતા ચંદ્રકાંત પંડ્યાનું ટૂંકી બીમારી બાદ 75ની વયે મુંબઈમાં નિધન થયુ છે. રામાયણમાં સિરિયલમાં નિષાદ રાજની ભૂમિકાથી તેઓ જાણીતા બન્યા હતા. આ સાથે તેમણે અનેક ગુજરાતી ફિલ્મોમાં પણ પોતાનો અભિનય આપ્યો છે. તેમના અંતિમ સંસ્કાર આજે મુંબઈ ખાતે રાખવામાં આવ્યા છે.ચદ્રકાંત પંડ્યાનું ગુજરાતી ફિલ્મોમાં ઘણું જ યોગદાન છે. તેમને સુપ્રસિદ્ધ ફિલ્મ માનવીની ભવાઈ માટે રાષ્ટ્રીય એવાર્ડ મળ્યો હતો.

ગુજરાતી ફિલ્મ જગતમાં 100થી વધુ ફિલ્મો, ગુજરાતી ટેલિવિઝનની અનેક સામાજિક, ધાર્મિક સિરિયલોમાં કામ કર્યુ છે. અભિનેતા ચંદ્રકાંત પંડ્યાનો જન્મ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભીલડી ગામે 1-1-1946ના રોજ થયો હતો. તેમના પિતા મગનલાલ પંડ્યા ધંધાર્થે મુંબઈ ખાતે સ્થાઈ થયા હતા. ચંદ્રકાન્ત પંડ્યાને બાળપણથી જ નાટકોમાં રસ હતો. બીએ સુધી અભ્યાસ કર્યા બાદ મુંબઈમાં ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદીએ નાટકોમાં કામ કરવાની તક અપાવી હતી. જ્યાંથી તેમની કારકિર્દીની શરૂઆત થઈ હતી.ચંદ્રકાંત પંડ્યાને જુદા જુદા સાત જેટલા એવોર્ડ પણ મેળવ્યા છે. શોલે ફિલ્મના ગબ્બર અમઝદખાન તેમના ગાઢ મિત્ર હતા. બન્નેએ સાથે કોલેજ કરી હતી. ઘોડે સવારીનો નાનપણથી જ શોખ હતો.ચંદ્રકાંત પંડ્યાની પહેલી ફિલ્મ કાદુ મકરાણી હતી. જે બાદ તેમણે ક્યારેય અભિનય ક્ષેત્રમાં પાછું વળીને જોયું નથી. વિવિધ ભૂમિકાઓ ભજવી ચંદ્રકાન્ત પંડ્યાએ પોતાનો એક આગવો દર્શક વર્ગ ઉભો કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here