હવામાન વિભાગે પાંચ દિવસ વરસાદને લઈને કરી આગાહી

0
68
અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.
નર્મદા, તાપી, વલસાડ, નવસારી, સુરત અને ભરૂચમાં એક બે જગ્યાએ છૂટોછવાયો વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના એકાદ વિસ્તારમાં મધ્યમ વરસાદ પડી શકે છે.

અમદાવાદ: ગુજરાતમાં હાલ વરસાદે વિરામ લીધો છે. જોકે, અમુક જગ્યાએ છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. સરેરાશ વરસાદની વાત કરીએ તો ગુજરાતમાં 100 ટકા કરતા વધારે વરસાદ પડી ગયો છે. બીજી તરફ હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. ખાસ કરીને નર્મદા, તાપી, વલસાડ, નવસારી, સુરત અને ભરૂચમાં એક બે જગ્યાએ છૂટોછવાયો વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના એકાદ વિસ્તારમાં મધ્યમ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસ ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદની કોઈ સંભાવના નથી. હાલ ગુજરાતમાં વરસાદ પડે તેવી કોઈ સિસ્ટમ સક્રિય નથી. ભેજને પગલે ગુજરાતમાં અમુક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. પાંચ દિવસ બાદ પણ ગુજરાતમાં વરસાદ પડશે તેવી કોઈ સંભાવના નથી. અમદાવાદમાં એકાદ જગ્યાએ વરસાદ પડી શકે છે. પાંચ દિવસ દરમિયાન તાપમાન 34થી 36 ડિગ્રી સુધી રહેશે. સામાન્ય રીતે સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં દેશમાંથી ચોમાસું વિદાય લેવાની શરૂઆત થવાનું હવામાન નિષ્ણાતોનું અનુમાન હોય છે. સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં દેશના વાયવ્ય ખૂણામાંથી ચોમાસું વિદાય લેવાની શરૂઆત થઈ જશે સાથે જ ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં ગુજરાતમાંથી પણ ચોમાસું વિદાય લેવાની શરૂઆત થઈ જશે. પરંતુ આ વર્ષે ચોમાસાની વિદાય વચ્ચે પણ વરસાદ રહેવાનું હવામાન નિષ્ણાતોનું અનુમાન છે. રાજ્યના અલગ અલગ ભાગોમાં વરસાદ રહેવાનું હવાનું હવામાન વિષ્ણાતોનું અનુમાન છે. આ વર્ષે 26 સપ્ટેમ્બરથી નવરાત્રીની શરૂઆત થશે. આ વર્ષે ખેલૈયાઓએ પણ નવરાત્રીમાં ઝૂમવા માટે સારી એવી તૈયારી કરી છે. ખેલૈયાઓે નવરાત્રીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સાથે સાથે આયોજકો પણ નવરાત્રીમાં ખૂબ મોટું આયોજન કરવા માટેની તૈયારીઓ કરી રહ્યા છે. કારણ કે કોરોના બાદ પ્રથમ વખત ધામધૂમથી નવરાત્રીની ઉજવણી થશે. જોકે, તમામ લોકો નવરાત્રી દરમિયાન વાતાવરણ કેવું રહેશે તેના પર પણ નજર રાખી રહ્યા છે. નવરાત્રીમાં વરસાદ પડશે કે નહીં તેની ચિંતા હોય છે. આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનુમાન લગાવ્યું છે કે, નવરાત્રી દરમિયાન પણ ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થશે. અંબાલાલના કહેવા પ્રમાણે ખેલૈયાઓને રંગમાં આ વર્ષે ભંગ પડી શકે છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 26 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બરમાં ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ રહેશે. બુધ અને શુક્ર એક રાશિમાં હોવાથી વરસાદ થવાની શક્યતાઓ છે. જ્યાં પણ પર્વત આકારનો મેઘ ચડશે ત્યાં વરસાદ થશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારો, ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો, મધ્ય ગુજરાતના કોઈ ભાગોમાં વરસાદ રહેશે. તેમજ બીજી ઓક્ટોબરથી પાંચ ઓક્ટોબરમાં કોઈ કોઈ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ રહેવાનું અનુમાન છે. જોકે, વિદાય બાદ પણ હસ્ત નક્ષત્ર અને હાથીયાના કારણે ગાજબીજ સાથે વરસાદ રહેવાની શક્યતાઓ છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here