દાઉદ અને ISIએ આતંકનું નવું મોડલ બનાવ્યું, ટ્રેનિંગ માટે છોકરાઓને પાકિસ્તાન મોકલ્યા

0
108
ED ક્રિપ્ટો કરન્સીના ઉપયોગની તપાસ કરી રહી છે
1980માં દાઉદ ઈબ્રાહિમનું એક રેકેટ બહાર આવ્યું હતું, જેમાં તે બોલિવૂડ અને હોલિવૂડ ફિલ્મોની પાઈરસી કરીને સમગ્ર દેશમાં સર્ક્યુલેટ કરતા હોવાની વાત બહાર આવી હતી.

મુંબઈ : નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી(NIA)ને મુંબઈમાં ડ્રગ્સ અને ગેરકાયદે પ્રોપર્ટી દ્વારા ટેરર ફન્ડિંગના પુરાવા મળ્યા છે. એની પાછળ અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની સિન્ડિકેટ કામ કરી રહી છે. ISIની મદદથી આતંકનું નવું મોડલ તૈયાર કરવામાં આવી રહ્યું છે. NIAના એક રિપોર્ટ મુજબ, દાઉદ ગેંગના લોકો પાકિસ્તાનના સપોર્ટવાળા આતંકી સંગઠનો સુધી ફન્ડ પહોંચાડી રહ્યા છે. એેને પગલે મુંબઈ, થાણે અને આસપાસના વિસ્તારોમાં ખંડણી, સટ્ટાબાજી, બિલ્ડરોને ધમકી આપવાના અને ડ્રગ્સના કારોબારના કેસ વધી રહ્યા છે. મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશ ATS, દિલ્હી પોલીસ, NIA અને EDની ટીમે ટેરર ફન્ડિંગમાં સામેલ લોકોની ધરપકડ કરી છે. આરોપીઓના D કંપનીના વિદેશમાં ફેલાયેલા નેટવર્ક, દાઉદના ભાઈ અનીસ ઈબ્રાહિમ, છોટા શકીલ અને ટાઈગર મેમનની સાથે સંબંધો છે. અન્ડરવર્લ્ડની વિરુદ્ધ કામ કરી ચૂકેલા મહારાષ્ટ્ર પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે દાઉદ ગેંગ બીજી વખત મુંબઈ અને આસપાસના વિસ્તારોને ટાર્ગેટ કરી રહી છે. અહીંથી મળતા ફન્ડિંગનો ઉપયોગ યુપી-બિહાર સહિતના ઉત્તર ભારતનાં રાજ્યોના સ્લીપર સેલને એક્ટિવ કરવામાં થઈ રહ્યો છે. તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ, ભારતમાં દાઉદનું સંપૂર્ણ કામ તેના ભાઈ ઈકબાલ કાસકર સંભાળી રહ્યો છે. તે દાઉદના રાઈટ હેન્ડ છોટા શકીલના સંપર્કમાં હતા. થાણેના બિલ્ડર સુરેશ દેવીચંદ્ર મહેતાની ફરિયાદ પર ઈકબાલ હાલ જેલમાં છે. તેણે મહેતા પાસેથી ત્રણ કરોડની ખંડણી માગી હતી. NIAની તપાસમાં ખ્યાલ આવ્યો કે દાઉદ ગેંગના લોકો છોટો શકીલ અને દાઉદ ઈબ્રાહિમના નામ પર બિલ્ડરો પાસેથી વસૂલી કરી રહ્યા છે. ગેંગ સાથે જોડાયેલા લોકો વિવાદાસ્પદ પ્રોપર્ટી પર પણ કબજો કરી રહ્યા છે. મુંબઈથી ધરપકડ કરાયેલા સલીમ ફ્રૂટની પાસે 10 હજાર પાનાના પ્રોપર્ટી ડોક્યુમેન્ટ મળ્યા હતા. આ પૈકીના મોટા ભાગના સલીમ ફ્રૂટના નામે છે. સલીમ અનીસ ઈબ્રાહિમનો સંબંધી છે. દાઉદ ગેંગ MDMA, LSD અને કેટામાઈન ડ્રગ્સની તસ્કરી કરી રહી છે. એનાથી સૌથી વધુ કમાણી થઈ રહી છે. બે વર્ષમાં NCB અને નાર્કોટિક્સ સેલે લગભગ બે હજાર કરોડનું ડ્રગ્સ મુંબઈ અને આસપાસના વિસ્તારમાંથી જપ્ત કર્યું છે. ડ્રગ્સની તસ્કરીમાં આ વર્ષે 4 ઓગસ્ટે જુબૈર વૈદ મેમન અને 4 ફેબ્રુઆરીએ અબૂ બકર અબ્દુલ ગફુર શેખની ધરપકડ કરવામાં આવી હતી. ગત વર્ષે પણ 3 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. દાઉદ ઈબ્રાહિમ અન્ડરવર્લ્ડ 2.0નું સેટઅપ તૈયાર કરવા માટે અલકાયદા, લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદની મદદ લઈ રહ્યા છે. NIAની પૂછપરછમાં સલીમ ફ્રૂટે આ વાત કબૂલી છે. તેની મુંબઈ સેન્ટ્રલના મીર એપાર્ટમેન્ટમાંથી ધરપકડ કરવામાં આવી હતી. NIAના સોર્સના જણાવ્યા મુજબ, ધારાવીમાંથી ધરપકડ કરાયેલા સમીર કાલિયાએ પૂછપરછમાં જણાવ્યું કે ISIએ કર્નલ ગાજીના કહેવા પર અનીસ ઈબ્રાહિમ મુંબઈ અને દેશના બીજા હિસ્સાઓમાં સ્લીપ સેલ ફરી એક્ટિવ કરી રહ્યો છે. અનીસની જવાબદારી ટ્રેન્ડ આંતકીઓને પૈસા, હથિયાર અને દારૂગોળો ઉપલબ્ધ કરાવવાની હતી. અનીસે જ સમીર કાલિયાને આ કામ સોંપ્યું હતું. NIAના જણાવ્યા મુજબ, આ વખતે D ગેંગ અન્ડરવર્લ્ડ નેટવર્કને મોટું કરવા માટે ડાર્કનેટ અને ક્રિપ્ટો કરન્સીનો ઉપયોગ કરી રહી છે. EDએ એની તપાસ શરૂ કરી છે. પૈસાને હવાલા ટ્રાન્ઝેક્શન્સ દ્વારા વોલેટમાં મોકલવામાં આવે છે. પછીથી એ વોલેટનો ઉપયોગ પ્રોપર્ટી ખરીદવામાં કરવામાં આવે છે. સંયુક્ત અરબ અમીરાત એનું સૌથી મોટું સેન્ટર છે. આ દાઉદનો ગઢ પણ છે. દાઉદની પાસે UAEમાં પૈસા મોકલવા માટે હવાલાનું મજબૂત નેટવર્ક છે. આરિફ અને શબ્બીરની ધરપકડ પછી NIAને પુરાવા મળ્યા છે કે છોટાશકીલ અને દાઉદ તેના ગુંડાઓ સાથે ખાસ એપથી વાતચીત કરે છે. એમાં ન્યુમેરો, બોટિમ, વાઈબર અને ટેન્ગો સામેલ છે. EDના એક અધિકારીના જણાવ્યા મુજબ, 1993 બ્લાસ્ટ પછી દેશમાંથી ફરાર થઈ ગયેલો દાઉદ ઈબ્રાહિમ 2015માં ફરીથી એક્ટિવ થવા લાગ્યો. તપાસ એજન્સીઓને તેની માહિતી મળી અને EDએ તેની નજીકની વ્યક્તિઓ, સંબંધીઓ અને ગુંડાઓની પ્રોપર્ટીને ભારત સહિત મોરક્કો, સ્પેન, UAE, સિંગાપોર, થાઈલેન્ડ, સાઈપ્રસ, તુર્કી અને બ્રિટનમાં ટ્રેક કરવાનું શરૂ કર્યું. પાકિસ્તાનના ઈન્વેસ્ટિગેટિવ જર્નલિસ્ટ અબસાર આલમે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો હતો કે પૂર્વ PM ઈમરાન ખાન અને તેની પાર્ટીને દાઉદ ઈબ્રાહિમ પાસેથી મોટી રકમ મળી હતી. અબસાર આલમ તે જર્નલિસ્ટ છે, જેની પર 2021માં સૈન્ય અને ઈમરાનની વિરુદ્ધ ખુલાસો કરવામાં આવ્યા પછી ફાયરિંગ કરવામાં આવી હતી. તેમને બે ગોળીઓ વાગી હતી. 1980માં દાઉદ ઈબ્રાહિમનું એક રેકેટ બહાર આવ્યું હતું, જેમાં તે બોલિવૂડ અને હોલિવૂડ ફિલ્મોની પાઈરસી કરીને સમગ્ર દેશમાં સર્ક્યુલેટ કરતા હોવાની વાત બહાર આવી હતી. તેની શરૂઆત દેશમાં VCR પ્લેયર આવવાથી થઈ હતી. ત્યારે ફિલ્મોને જોવા માટેનું એકમાત્ર માધ્યમ થિયેટરો જ હતાં. VCRની મદદથી થિયેટરોમાં રિલીઝ થનારી ફિલ્મોની કોપીનું વેચાણ થવા લાગ્યું. શિવસેનાના સાંસદ સંજય રાઉત 80ના દાયકામાં મુંબઈમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરતા હતા. દાઉદ ઈબ્રાહિમ, છોટારાજન અને અન્ડરવર્લ્ડ પર લખવામાં આવતા તેમના રિપોર્ટની મુંબઈમાં ખૂબ ચર્ચા થતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here