અંબાજી જઈ રહેલા પદયાત્રીઓને કાર ચાલકે કચડ્યાં

0
105
સ્થાનિક પોલીસ કારની નંબર પ્લેટ પર લખેલા નંબર એમએચ 03 સીકે 0178 પરથી આગળની કાર્યવાહી શરૂ કરી છે
સ્થાનિક પોલીસે આ અંગે ગુનો નોંધીને ફરાર કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે. આ ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ દુખ વ્યક્ત કર્યું છે.

અરવલ્લી: ભાદરવી પૂનમમાં પાવન પર્વે મા અંબાના દર્શન કરવાનું અનેરું માહત્મ્ય હોય છે. ત્યારે અંબાજી પગપાળા જઇ રહેલા પદયાત્રીઓને ગમખ્વાર અકસ્માત નડ્યો છે. જેમાં છ લોકોના મોત નીપજ્યા છે અને અન્ય છ લોકો ગંભીર ઇજાગ્રસ્ત છે. મહારાષ્ટ્ર પાસિંગની કારે આજે વહેલી સવારે માલપુરના કુષ્ણાપુર પાસે રસ્તા પર ચાલતા પદયાત્રીઓને કચડ્યા છે. આ ગોઝારા અકસ્માતમાં પાંચ પદયાત્રી અને એક સ્થાનિક વ્યક્તિનું મૃત્યું નીપજ્યું છે. ઇજાગ્રસ્તોને માલપુર સીએસસી સેન્ટર ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા છે. તમામ પદયાત્રીઓ પંચમહાલ કાલોલના અલાલી ગામના વતની હોવાનું સામે આવી રહ્યુ છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ અંગે ટ્વિટ કરતા જણાવ્યુ કે, ‘અરવલ્લી જિલ્લાના માલપુર નજીક અંબાજી દર્શને જઈ રહેલા પદયાત્રીઓને નડેલ અકસ્માતની ઘટના અત્યંત દુઃખદ છે. અકસ્માતમાં જાન ગુમાવનાર યાત્રિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. પચાસ હજારની સહાય આપશે.’ સ્થાનિક પોલીસે આ અંગે ગુનો નોંધીને ફરાર કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે. આ ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ દુખ વ્યક્ત કર્યું છે. સ્થાનિક પોલીસ કારની નંબર પ્લેટ પર લખેલા નંબર એમએચ 03 સીકે 0178 પરથી આગળની કાર્યવાહી શરૂ કરી છે. હાલ છ ઇજાગ્રસ્તોને માલપુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ છ લોકોને માથાના ભાગમાં વાગ્યું છે. આ લોકોની હાલત પણ હાલ ગંભીર છે જેથી મોતનો આંકડો હજી વધી શકે છે. મહારાષ્ટ્ર પાસિંગ કાર ચલાવતો ડ્રાઇવર ત્યાંથી ફરાર થઇ ગયો છે. હાલ સ્થાનિક પોલીસ તેને શોધી રહી છે. બીજી તરફ મૃતકોના પરિવારમાં ભારે દુખનો માહોલ છવાયો છે. શુક્રવારે વહેલી સવારે થયેલા આ ગોઝારા અકસ્માતને કારણે સ્થાનિક લોકોમાં પણ ઘણો જ રોષ વ્યાપી ગયો હતો. આ અંગેની જાણ સ્થાનિક પોલીસને થતા તરત ઘટના સ્થળે આવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માત બાદ 108ની એમ્બ્યુલન્સોને ખડકી દેવામાં આવી હતી. આ ગોઝારા અકસ્માતને કારણે પદયાત્રીઓમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. મૃતકોના પરિવારને જાણ કરાતા તેમની પર જાણે દુખનો પહાડ પડ્યો હોય તેવા કરૂણ દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે, કાર ચાલક નશામાં કાર ચલાવી રહ્યો હોય તેમ બેફામ પૂરપાટ ઝડપે જઇ રહ્યો હતો. બીજી તરફ સ્થાનિકો એ પણ જણાવ્યું કે, કાર એટલી પૂરપાટ ઝડપે આવી રહી હતી કે લોકોને કચડીને આગળ વધી રહી હતી. આ સાથે સ્થાનિકોએ રસ્તા પરના ખાડા પર પણ રોષ ઉતાર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here