PM મોદીએ ‘સરદારધામ ભવન’નું વર્ચ્યુઅલ લોકાર્પણ કરી કહ્યુ, ‘દેશના લોકોને મિચ્છામી દુક્કડમ’

0
138
હું પણ આપ સૌને દેશના તમામ નાગરિકોને મિચ્છામી દુક્ડમ કહું છું.પીએમ મોદીએ એક જાહેરાત કરતા જણાવ્યું કે, આજે હું આ પ્રસંગે એક મહત્વની જાહેરાત પણ કરી રહ્યો છું. બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં સુબ્રમણ્ય ભારતી જીના નામે ચેર સ્થાપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હું પણ આપ સૌને દેશના તમામ નાગરિકોને મિચ્છામી દુક્ડમ કહું છું.પીએમ મોદીએ એક જાહેરાત કરતા જણાવ્યું કે, આજે હું આ પ્રસંગે એક મહત્વની જાહેરાત પણ કરી રહ્યો છું. બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં સુબ્રમણ્ય ભારતી જીના નામે ચેર સ્થાપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદમાં (Ahmedabad) વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલા સરદારધામનું (Sardardham) PM નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) હસ્તે આજે ઈ-લોકાર્પણ (virtual inaugration) થયુ છે. PM મોદીએ વીડિયો કોન્ફરન્સથી સરદારધામ ફેઝ-2નું પણ લોકાર્પણ કર્યુ. અહીં પાટીદાર સમાજ દ્વારા સરદારધામ ભવન, કન્યા છાત્રાલય (Kanya Chhatralay at Ahmedabad) બનાવવામાં આવી રહ્યું છે, જેનું પીએમ મોદીએ આજે ભૂમિપૂજન કર્યું છે. આ કાર્યક્રમમાં જોડાવવા માટે રાજ્યનાં સીએમ વિજય રૂપાણી (CM Vijay Rupani) ત્યાં આવી પોંચ્યા છે.આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયા, મંત્રીમંડળના સભ્યો તેમજ સરદારધામના ભવનદાતાઓ, ભુમિદાતાઓ અને ટ્રસ્ટીઓની સરદારધામ ખાતે ઉપસ્થિતિ રહ્યા છે.PM નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે સંબોધન કરતા જણાવ્યું કે, ગણેશ ચતુર્થીની હાર્દિક શુભેચ્છાઓ આપું છું. આજે ઋષિ પંચમી પણ છે, આપને શુભેચ્છાઓ. પર્યુષણ પર્વ બાદ જૈન પરિવાર એકબીજાને ક્ષમા યાચના માંગતા મિચ્છામી દુક્ડમ કહે છે. હું પણ આપ સૌને દેશના તમામ નાગરિકોને મિચ્છામી દુક્ડમ કહું છું.પીએમ મોદીએ એક જાહેરાત કરતા જણાવ્યું કે, આજે હું આ પ્રસંગે એક મહત્વની જાહેરાત પણ કરી રહ્યો છું. બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં સુબ્રમણ્ય ભારતી જીના નામે ચેર સ્થાપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. BHUની ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં તમિલ સ્ટડીઝ પર સુબ્રમણ્ય ભારતી ચેર સ્થાપવામાં આવશે.ગુજરાત ભૂતકાળથી આજ સુધી સહિયારા પ્રયાસોની ભૂમિ રહ્યું છે. સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગાંધીજીએ અહીંથી જ દાંડી યાત્રા શરૂ કરી હતી, જે આજે પણ આઝાદી માટે દેશનાં સંયુક્ત પ્રયાસોનું પ્રતીક છે. એ જ રીતે, સરદાર પટેલના નેતૃત્વમાં ખેડા આંદોલનમાં ખેડૂતો, યુવાનો અને ગરીબોની એકતાએ બ્રિટિશ સરકારને નમવા મજબૂર કર્યા. તે પ્રેરણા, તે એનર્જી આજે પણ ગુજરાતની ધરતી પર સરદાર સાહેબની ગગનચુંબી ઇમારત ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ સ્વરૂપે આપણી સામે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here