ઓસ્કાર એવોર્ડ વિજેતા ફિલ્મ ‘ધ એલિફન્ટ વ્હિસ્પર્સ’ના હાથી ‘રઘુ’ને જોવા પહોંચ્યા ફેન્સ

0
25
ઓસ્કાર 2023માં ફિલ્મ RRRના ગીત ‘નાટૂ નાટૂ’એ બેસ્ટ ઓરિજિનલ સોંગનો એવોર્ડ તેમજ બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ કેટેગરીમાં ફિલ્મ ‘ધ એલિફન્ટ વ્હિસ્પર્સ‘એ એવોર્ડ જીત્યો છે. આ સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ છે. બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ કેટેગરીમાં જીત પછી લોકો ફિલ્મ ‘ધ એલિફન્ટ વ્હિસ્પર્સ’ને ચર્ચા કરતા જોવા મળી રહ્યા છે. આ ફિલ્મ હાથી અને મહાવતના સંબંધ પર બની છે. હવે, આ ફિલ્મમાં જે હાથી તેને જોવા માટે લોકો દૂર દૂરથી થેપ્પાકડુ એલિફન્ટ કેમ્પમાં પહોંચી રહ્યા છે.

લોકો જોવા માગે છે કે ઓસ્કાર વિજેતા ફિલ્મનો હાથી કેવો દેખાય છે. સ્થાનિક નાગરિકોની સાથે સાથે વિદેશી નાગરિકો પણ રઘુને જોવા પહોંચ્યા હતા. લંડનથી આવેલા એક પ્રવાસીએ કહ્યું હતું કે, ‘જ્યારે અમે અહીં મુલાકાત લેવા આવ્યા ત્યારે અમને ખબર પડી કે બે હાથીના બાળકોએ ગઈકાલે રાત્રે ઓસ્કાર એવોર્ડ જીત્યો છે. તેમને જોઈને ખૂબ આનંદ થયો અને અમને ખૂબ મજા આવી. હાથી મારું પ્રિય પ્રાણી છે. હું ખૂબ નસીબદાર છું કે હું તેને જોઈ શક્યો.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here