દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સુરતમાં, બપોરે 3 કલાકે સંબોધશે જંગી સભા

0
219
તેઓ બપોરે 3:00 વાગે સુરતના વરાછા મીનીબઝાર માનગઢ ચોકથી રોડ-શો માં જોડાશે. મીની બજારમાં સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ આપીને રોડ શો શરૂ કરીને સરથાણા ખાતે જાહેર સભા અને સંબોધિત કરશે.
તેઓ બપોરે 3:00 વાગે સુરતના વરાછા મીનીબઝાર માનગઢ ચોકથી રોડ-શો માં જોડાશે. મીની બજારમાં સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ આપીને રોડ શો શરૂ કરીને સરથાણા ખાતે જાહેર સભા અને સંબોધિત કરશે.

સુરત: ગુજરાતની 6 મહાનગર  પાલિકામાં કેસરીયો લહેરાયો છે, પરંતુ સુરતની જનતાએ આમ આદમી પાર્ટીને પણ મત આપીને ઘણી બેઠકો જીતાડી છે. આ કારણે ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટીના રાજનીતી શરૂઆત થઈ ગઈ છે. ત્યારે બીજી તરફ દિલ્હીના સીએમ પણ ગુજરાતની મુલાકાતે છે. નોઁધનીય છે કે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરાવાલ સુરત પહોંચી ગયા છે.અને તેઓ બપોરે 3:00 વાગે સુરતના વરાછા મીનીબઝાર માનગઢ ચોકથી રોડ-શો માં જોડાશે. મીની બજારમાં સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ આપીને રોડ શો શરૂ કરીને સરથાણા ખાતે જાહેર સભા અને સંબોધિત કરશે.

અરવિંદ કેજરીવાલ આજે સુરતની મુલાકાતે

  • સુરત: અરવિંદ કેજરીવાલ આજે સુરતની મુલાકાતે
  • સવારે ૮ વાગ્યે સુરત પહોંચ્યા
  • કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું
  • સકિર્ટ હાઉસ સામાજીક અને રાજકીય આગેવાનો સાથે ચર્ચા કરશે
  • બપોરે ૩ વાગ્યે સુરતના વરાછા મીની બજાર સ્થિત સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પિત કરશે
  • રોડ શો બાદ જંગી સભા સંબોધશે
  • સાંજે 7 કલાકે દિલ્હી જવા રવાના

રોડ શોની શરૂઆત મીનીબજાર માનગઢ ચોક સ્થિતી સરદાર પ્રતિમાને પુષ્પાંજલિ આપી હિરાબાગ, રચના સર્કલ, કારગીલ ચોક, કિરણ ચોક, યોગી ચોક, સીમાડા નાકા, સરથાણા જકાતનાકા સુધી રોડ-શો યોજીને  બાદમાં જનસભાને સંબોધિત કરશે. જે બાદ અરવિંદ કેજરીવાલ સાંજે 7:00 વાગે સુરત એરપોર્ટ પરથી દિલ્હી જવા નિકળી જશે સુરત મહાપાલિકામાં 27 બેઠક સાથે વિપક્ષમાં બેસનારા આમ આદમી પાર્ટીએ ગુજરાતના રાજકારણમાં પાયા નાખી દીધા છે..ત્યારે સીએમ અરવિંદ કેજરીવાલ આજે સુરતમાં છે..તેઓ સવારે સુરત એરપોર્ટ પર પહોંચ્યા તે સમયે મોટી સંખ્યામાં આપના કાર્યકરો અને તેમના સમર્થકો પહોંચ્યા..એરપોર્ટ પર તેમનું સ્વાગત થયુ હતુ..તેઓ એરપોર્ટથી સર્કિટ હાઉસ પહોંચી ત્યાં રાજકીય અને સામાજિક ક્ષેત્રના આગેવાનો સાથે બેઠક કરવા જઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here