મણિપુર મુદ્દે ઘમસાણ! રાજ્યસભા બાદ લોકસભાની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત કરવામાં આવી

0
188
સંસદમાં ચોમાસા સત્રના આજે સાતમાં દિવસે બંને ગૃહમા વિપક્ષ દ્વારા હોબાળો
આજે ગઠબંધનના સાંસદો સંસદની બહાર વિરોધ પ્રદર્શન કર્યુ હતું

નવી દિલ્હી : મણિપુર મુદ્દે સતત સાતમાં દિવસે સંસદમાં ઘમસાણની સ્થિતિ જોવા મળી હતી. બંને ગૃહમાં વિપક્ષનો હોબાળો યથાવત રહેતા સોમવાર સુધી કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. સ્પીકરે લોકસભાની શરુઆતી કાર્યવાહી દરમિયાન વિપક્ષને સવાલ પણ કર્યો હતો કે તેમણે ગૃહની કાર્યવાહી થવા દેવી છે કે નહીં? આ પહેલા I.N.D.I.A ગઠબંધનના સાંસદો સંસદની બહાર વિરોધ પ્રદર્શન કર્યુ હતું અને ગૃહમાં PM મોદીના મણિપુર પરના નિવેદનની માંગ કરી હતી. વિપક્ષી પાર્ટીઓ મણિપુર હિંસાના મુદા પર પીએમ નરેન્દ્ર મોદીના નિવેદનની માંગ પર અડગ છે. લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષના સાંસદોએ સૂત્રોચ્ચાર અને હંગામો મચાવ્યો હતો જેના બાદલોકસભા સ્પીકર ઓમ બિરલાએ લોકસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here