‘5થી 14 વર્ષના બાળકોમાં વધી રહ્યું છે સંક્રમણ’ : WHO

0
221
જો તેમને રસી ના લીઘી હોય તો આવા લોકોને ગંભીર બીમારી કે મૃત્યુનું જોખમ 10 ગણું વધી જાય છે.
જો તેમને રસી ના લીઘી હોય તો આવા લોકોને ગંભીર બીમારી કે મૃત્યુનું જોખમ 10 ગણું વધી જાય છે." વઘુમાં કહ્યું કે બાળકોથી રોગો ફેલાવવાનું જોખમ વધારે હોય છેયુનાઇટેડ નેશન્સના વીકલી રિપોર્ટ અનુસાર, યુરોપ હાલમાં કોરોના મહામારીનું કેન્દ્ર બિંદુ છે.

નવી દિલ્હી: એક તરફ દક્ષિણ આફ્રિકાથી ફેલાયેલા કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટ (Omicron varient)ને લઈને ગભરાટ ફેલાયો છે, ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને (WHO) બાળકોમાં સંક્રમણ (Omicron infection in Kids) અંગે મહત્વની માહિતી શેર કરી છે. ડબ્લ્યુએચઓની યુરોપ ઓફિસે મંગળવારે અહેવાલ આપ્યો હતો કે, 5થી 14 વર્ષની વયના બાળકોમાં સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે.ડબ્લ્યુએચઓ યુરોપના પ્રાદેશિક નિયામક ડો. હેન્સ ક્લુઝે જણાવ્યું હતું કે રસીકરણથી રાહત મળી છે અને મૃત્યુની સંખ્યા પણ અગાઉની પીક કરતા ઓછી છે. પરંતુ તેમણે એમ પણ કહ્યું હતું કે, 53 દેશોમાં છેલ્લા બે મહિનામાં કોરોનાના કેસ અને મૃત્યુની સંખ્યા બમણી થઈ ગઈ છે.તેમણે કહ્યું કે, ડેલ્ટા વેરિએન્ટ (ડેલ્ટા વેરિએન્ટ) હજી પણ ફેલાઈ રહ્યું છે અને આ દરમિયાન ઓમિક્રોન વેરિએન્ટમાં પણ 21 દેશોમાં 432 કેસ નોંધાયા છે. તેમણે નવા વેરિએન્ટ પર કહ્યું કે, ‘યુરોપ અને મધ્ય એશિયામાં ડેલ્ટા વેરિએન્ટ હજી પણ પ્રભુત્વ ધરાવે છે અને અમે જાણીએ છીએ કે ગંભીર રોગ અને મૃત્યુને રોકવામાં રસી અસરકારક છે,’ તેમણે કહ્યું કે હવે જોવાનું એ છે કે ઓમિક્રોન વધુ ગંભીર છે કે ઓછું.ક્લુઝે ચિંતા વ્યક્ત કરી હતી કે ઘણા યુરોપિયન દેશોમાં બાળકોમાં સંક્રમણના કેસોમાં બેથી ત્રણ ગણો વધારો થયો છે. એમ પણ કહ્યું હતું કે, વૃદ્ધો, આરોગ્ય કર્મચારી અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો કરતાં બાળકોને ઓછો ગંભીર સંક્રમણનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે કહ્યું કે, “શાળાની રજાઓ આવતાની સાથે જ બાળકો માતાપિતા અથવા દાદા-દાદીના ઘરે વધુ રહે છે, જે બાળકો મારફતે તેમને સંક્રમણ ફેલાઈ શકે છે.” વળી, જો તેમને રસી ના લીઘી હોય તો આવા લોકોને ગંભીર બીમારી કે મૃત્યુનું જોખમ 10 ગણું વધી જાય છે.” વઘુમાં કહ્યું કે બાળકોથી રોગો ફેલાવવાનું જોખમ વધારે હોય છેયુનાઇટેડ નેશન્સના વીકલી રિપોર્ટ અનુસાર, યુરોપ હાલમાં કોરોના મહામારીનું કેન્દ્ર બિંદુ છે. વિશ્વવ્યાપી મૃત્યુના 61% અને 70% કેસ અહીંયાથી જ સામે આવી રહ્યા છે.સ્પેનના આરોગ્ય મંત્રાલયે સંક્રમણના વધતા જોખમ વચ્ચે ૫ થી ૧૧ વર્ષની વયના બાળકો પર કોરોના રસી મૂકવાની મંજૂરી આપી દીધી છે. યુરોપના ઘણા દેશોમાં બાળકોનું રસીકરણ શરૂ થઈ ચૂક્યું છે. સ્પેનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે 13 ડિસેમ્બરે 3.2 મિલિયન ડોઝ આવશે, ત્યારબાદ 15 ડિસેમ્બરથી બાળકોનું રસીકરણ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here