10 કોર્પોરેટરના વિરોધ છતાં તેનાં પૌત્રને AMCનો વિપક્ષી નેતા બનાવાયો

0
84
એક સમયે કોંગ્રેસી ઉમેદવારો જીતવા માટે માથાભારે અને કોમી એકતાના હિમાયતી નવાબખાનનો સહારો લેતા હતા તેમના પૌત્ર શહેજાદખાન પઠાણને વિપક્ષીનેતા બનાવાયા છે.
એક સમયે કોંગ્રેસી ઉમેદવારો જીતવા માટે માથાભારે અને કોમી એકતાના હિમાયતી નવાબખાનનો સહારો લેતા હતા તેમના પૌત્ર શહેજાદખાન પઠાણને વિપક્ષીનેતા બનાવાયા છે.

આખરે 10 મહિનાના વિવાદ બાદ કોંગ્રેસ દ્વારા મ્યુનિ. વિપક્ષના નેતાના પદ માટે પસંદગીનો કળશ દાણીલીમડાના કોર્પોરેટર શહેજાદખાન પઠાણ (સન્ની બાબા) પર ઢોળ્યો છે. એક સમયે કોંગ્રેસી ઉમેદવારો જીતવા માટે માથાભારે અને કોમી એકતાના હિમાયતી નવાબખાનનો સહારો લેતા હતા તેમના પૌત્ર શહેજાદખાન પઠાણને વિપક્ષીનેતા બનાવાયા છે.

શહેજાદખાનની પસંદગી થતા જ તેમણે જણાવ્યું છે કે, મ્યુનિ.માં હાલ જે બાબુ રાજ અને ભ્રષ્ટ્રાચાર ચાલી રહ્યો છે તે દૂર કરવું કે તેને ખુલ્લો પાડવો મારી પ્રાથમિકતા રહેશે. અમદાવાદ મ્યુનિ. વિપક્ષના નેતાપદ માટે છેલ્લા 10 મહિનાથી ચાલેલા વિવાદનો આખરે અંત આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી 10 કોર્પોરેટર દ્વારા રાજીનામું આપીને શહેજાદખાનના નામ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. આખરે વિરોધ પક્ષના નેતા પદે શહેજાદખાન પઠાણ, ઉપનેતા પદે નીરવ બક્ષી અને દંડક તરીકે જગદીશભાઇ રાઠોડ પર પસંદગી કરાઈ છે.

સીધી વાતઃ શહેજાદખાન પઠાણ
Q: તમારી સામે કોંગ્રેસના જ 10 કોર્પોરેટરોનો વિરોધ કેમ છે?
A: રાજકીય અપેક્ષા તમામને હોય ત્યારે વિપક્ષના નેતા બનવા માટે દરેક કોર્પોરેટરને અપેક્ષા હોય, આ તે પ્રક્રિયાનો ભાગ હતો.
Q: તમારી સામે છેડતીના આક્ષેપ છે એનું શું છે?
A: માત્ર રાજકીય અપેક્ષાઓને કારણે આવા આક્ષેપો થાય છે, જેમાં કોઇ તથ્ય નથી. તમામ પક્ષમાં આવા રાજકીય આક્ષેપો થતા હોય છે.
Q: કોંગ્રેસમાં તમારી પ્રાથમિકતા શું રહેશે?
A: કોંગ્રેસ માટે મારી પ્રાથમિકતા આગામી 2022ની ચૂંટણી છે. તમામ બુથ લેવલ કાર્યકરો તૈયાર કરી તેમનામાં વિશ્વાસ ઉભો કરવો છે.
Q: તમારે રાજકારણમાં આવવાનું કારણ શું?
A: રાજકારણમાં આવવા માટે મને રાહુલ ગાંધીથી પ્રેરણા મળી છે. મારા દાદા નવાબખાનની કોમી એકતાની વિચારધારા મને વધુ અસર કરી ગઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here