Nitish Kumar: કાર્યક્રમમાં ખેડૂતને અંગ્રેજીમાં બોલતો જોઈ નીતીશ કુમાર ભડક્યાં, કહ્યું- શું આ ઈંગ્લેન્ડ છે? હિન્દી બોલવામાં શું તકલીફ છે?

0
97
બિહાર સરકારના ચોથા કૃષિ રોડમેપના અવસર પર આયોજિત સમારોહમાં બિહારના એક ઝડપથી પ્રગતિ કરનાર એક ખેડૂત પોતાની જીવનયાત્રા વિશે લોકોને મંચ પરથી જણાવી રહ્યા હતા. આ દરમિયાન જ CM નીતીશ કુમારે તેમને અધવચ્ચેથી રોક્યા અને અંગ્રેજીમાં બોલવા પર તેમને ફટકાર લગાવી દીધી.

અમિત કુમારે (ખેડૂત) પોતાના વક્તવ્યની શરુઆત CMની પ્રશંસા કરતા કરી હતી. તેઓ પોતાની જર્ની વિશે જણાવી જ રહ્યા હતા કે નીતીશ કુમારે એકાએક તેમને રોક્યા અને કહ્યું હું કહેવાં માંગુ છું કે દરેક અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરવાનો શો અર્થ છે. શું આ ઈંગ્લેન્ડ છે? તમે બિહારમાં કામ કરી રહ્યા છો. ખેતી સામાન્ય માણસ કરે છે. તમને અહીં સલાહ આપવા માટે બોલાવવામાં આવ્યાં છે અને તમે અંગ્રેજી બોલી રહ્યા છો. આ ભારત છે અને આ બિહાર છે.

લોકડાઉને સ્માર્ટફોનની ટેવ પાડી દીધી છે
નીતીશ કુમારે આટલેથી અટક્યાં ન હતા તેમણે આગળ કહ્યું કોવિડના કારણે લાગુ થયેલા લોકડાઉન દરમિયાન સ્માર્ટફોનની લતને કારણે કેટલાંય લોકો પોતાની ભાષાઓ ભૂલવા લાગ્યા છે. ગભરાયેલા ખેડૂતે ફરી પોતાની સ્પીચ શરું કરી. એટલામાં તે બોલ્યો ‘ગવર્નમેન્ટ સ્કીમ’ ફરી પાછા નીતીશ કુમાર રોષે ભરાયા. કહ્યું આ શું છે તમે સરકારી યોજના નથી કહીં શકતા?

ભાજપે કરી ટીકા
આ મામલે ભાજપના રાષ્ટ્રિય મહાસચિવ નિખિલ આનંદે કહ્યું હતું કે CM નીતીશ કુમાર અંગ્રેજી ભાષાથી આટલા નારાજ કેમ છે. અંગ્રેજી શબ્દોના ઉપયોગ પર તેમની આપત્તિ હાસ્યાસ્પદ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here