COVID-19 India: દેશમાં કોરોના સંક્રમણના 20,799 નવા કેસ, 180 દર્દીનાં મોત

0
130
ભારતમાં કોરોના એક્ટિવ કેસમાં ધરખમ ઘટાડો, 42 દિવસમાં રવિવારે સૌથી ઓછું રસીકરણ
ભારતમાં કોરોના એક્ટિવ કેસમાં ધરખમ ઘટાડો, 42 દિવસમાં રવિવારે સૌથી ઓછું રસીકરણ

છેલ્લા 24 કલાકમાં કેરળમાં 12 હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે જ્યારે 74 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. તો મહારાષ્ટ્રમાં એક દિવસમાં 2692 નવા કેસ નોંધાયા છે અને 41 દર્દીનાં મોત થયા છે. આ બે રાજ્યોના કારણે જ દેશમાં સંક્રમણનો આંક 20 હજારને પાર થયો છે. બીજી તરફ, ગુજરાતમાં પણ સંક્રમણના કેસોમાં થોડો વધારો નોંધાયો છે. સુરતમાં કેસો વધતા તંત્ર તકેદારીના પગલા રૂપે કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી હાથ ધરી રહ્યું છે.સોમવાર સવારે કેન્દ્રીય આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 20,799 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 180 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,38,34,702 થઈ ગઈ છે. આ ઉપરાંત, દેશમાં કુલ 90,79,32,861 કોરોના વેક્સીન ના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 23,46,176 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.મહામારી સામે લડીને ભારતમાં 3 કરોડ 31 લાખ 21 હજાર 247 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 26,718 દર્દીઓ સાજા થયા છે. હાલમાં 2,64,458 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 4,48,997 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. બીજી તરફ, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 3 ઓક્ટોબર, 2021 સુધીમાં કુલ 57,42,52,400 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. રવિવારના 24 કલાકમાં 9,91,676 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here