આજથી ધો. 1થી 9નું ઓફલાઇન શિક્ષણ શરૂ

0
353
શાળાઓમાં વિધાર્થીઓની હાજરીના આંકડાનો અભ્યાસ કરીએ તો 30 ટકા એવા વિધાર્થી એવા છે જેઓને શાળાએ જવાની ઈચ્છા ન થતી હોય.
શાળાઓમાં વિધાર્થીઓની હાજરીના આંકડાનો અભ્યાસ કરીએ તો 30 ટકા એવા વિધાર્થી એવા છે જેઓને શાળાએ જવાની ઈચ્છા ન થતી હોય.

7/2/22થી જૂની SOP (કોરોનાની ગાઈડલાઇન) પ્રમાણે ધોરણ 1થી 9નું ઓનલાઇન-ઓફલાઇન શિક્ષણકાર્ય વાલીઓની સંમતિ સાથે શરૂ કરવામાં આવશે.

અમદાવાદ: આજે ફરીથી શાળાઓમાં (Gujarat primary School reopen) ધોરણ 1થી 9નું ઓનલાઇનની સાથે ઓફલાઇન શિક્ષણકાર્ય (offline Education start) વાલીઓની સંમતિ સાથે શરૂ કરવામાં આવશે. શાળાઓમાં ફરી બાળકોનો અવાજ ગૂંજશે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસો ઘટતાં રાજ્ય સરકાર (Gujarat Government) દ્વારા આ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, જાન્યુઆરીમાં કેસ વધતા ઓફલાઇન શિક્ષણકાર્ય બંધ કરાયું હતું.શિક્ષણમંત્રી અને ગુજરાત સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ આ અંગેની જાણકારી આપતા જણાવ્યુ હતુ કે, કોરોનાના કેસો રાજ્યમાં ઓછા થતા વિદ્યાર્થીના અભ્યાસમા મુશ્કેલી ન થાય તે હેતુથી સોમવાર તા. 7/2/22થી જૂની SOP (કોરોનાની ગાઈડલાઇન) પ્રમાણે ધોરણ 1થી 9નું ઓનલાઇન-ઓફલાઇન શિક્ષણકાર્ય વાલીઓની સંમતિ સાથે શરૂ કરવામાં આવશે.એજ્યુકેશન એક્સપર્ટ ધવલ પાઠકના જણાવ્યા પ્રમાણે, પાછલા બે વર્ષના સમયમાં શાળાઓ ચાલુ હતી, ત્યારની શાળાઓમાં વિધાર્થીઓની હાજરીના આંકડાનો અભ્યાસ કરીએ તો 30 ટકા એવા વિધાર્થી એવા છે જેઓને શાળાએ જવાની ઈચ્છા ન થતી હોય. પણ શાળાએ જવાની રૂટિન લાઈફમાં આવતા 10થી 15 દિવસ થશે. આ ઉપરાંત વિધાર્થીઓની અન્ય બાબતો પર પણ અભ્યાસ કરતા જાણવા મળ્યું છે કે, વિધાર્થીઓનું અલગ અલગ વિષયમાં લોન્ગ કવેશચન આન્સરમાં વિધાર્થીઓનું પર્ફોર્મનસ ડાઉન જોવા મળ્યું છે. વિધાર્થીની લખવાની આદત ઘટી ગઈ છે જેથી વૈકલ્પિક MCQ જેવા પ્રશ્નો વિધાર્થીઓ ઝડપથી સોલ્વ કરતા હોય છે. અને આ મુશ્કેલીમાં વધારો થશે જો વિદ્યાર્થીઓ લખવાની પ્રેક્ટીસ નહિ રાખે તો.શાળા ખોલવા બાબતે શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતુ કે, હાલમાં ઓનલાઇન અને ઓફલાઇન શિક્ષણ ચાલતું હોવાથી વાલીઓ અને વિદ્યાર્થીઓમાં દુવિધા જોવા મળી રહી છે. સર્વેમાં સામે આવ્યુ છે કે, ફકત 15થી 20 ટકા જ વિદ્યાર્થીઓ ઓનલાઇન અભ્યાસ કરી રહ્યા છે અને અન્ય વીડિયો ગેમ્સ અને વીડિયો જોઇને ટાઇમપાસ કરી રહ્યા છે. માતા પિતા પણ બાળકોના શિક્ષણ પર ધ્યાન આપી શકતા નથી. ત્યારે સરકાર ફક્ત એક જ નિતિથી શિક્ષણ ચાલુ કરે તેવી માંગ કરવામા આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here