હૃતિક રોશન તેની રૂમર્ડ ગર્લફ્રેન્ડનો હાથ પકડીને રેસ્ટોરાંમાંથી નીકળ્યો

0
122
બંને ગયા મહિને ગોવામાં વેકેશન મનાવવા ગયા હતા. અહીંયા બંનેએ એકબીજા સાથે ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કર્યો હતો.
બંને ગયા મહિને ગોવામાં વેકેશન મનાવવા ગયા હતા. અહીંયા બંનેએ એકબીજા સાથે ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કર્યો હતો.

સબા એક્ટર હૃતિક કરતાં 16 વર્ષ નાની છે

હૃતિક રોશન તથા સબા આઝાદના રિલેશનની બોલિવૂડમાં જોરશોરથી ચર્ચા થઈ રહી છે. થોડા દિવસ પહેલાં આ બંને જણા એક રેસ્ટોરાંમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતાં. ફરીથી શુકવારે તેઓ એકબીજાનો હાથ પકડેલા જોવા મળ્યા હતા. ફોટોગ્રાફર્સ સબા અને હૃતિકનો ફોટો ક્લિક કરી રહ્યા હતા ત્યારે એક્ટ્રેસ પોતાનો ચહેરો છુપાવતી જોવા મળી હતી. આ બંને જણા ડિનર પૂરું કરીને ફટાફટ કારમાં બેસી ગયા હતા.સબા એક્ટર હૃતિક કરતાં 16 વર્ષ નાની છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હૃતિક તથા સબાની પહેલી મુલાકાત કોમન ફ્રેન્ડના માધ્યમથી થઈ હતી. આ કોમન ફ્રેન્ડ મ્યૂઝિક ઇન્ડસ્ટ્રીનો છે. પહેલી મુલાકાત બાદથી જ બંને એકબીજાના કોન્ટેક્ટમાં રહેવા લાગ્યા હતા. હાલમાં બંને ડિનર ડેટ પર સાથે જોવા મળ્યા હતા.કહેવાય છે કે મુંબઈની રેસ્ટોરાંમાં હૃતિક તથા સબા પ્રોફેશનલ કામ અર્થે મળ્યા હતા. તેમણે અહીંયા કામ અંગે ચર્ચા કરી હતી. જોકે, રેસ્ટોરાંમાંથી બહાર નીકળતી વખતે જે રીતે હૃતિકે સબાનો હાથ પકડ્યો હતો તે જોતા લાગે છે કે બંને એકબીજાને ડેટ કરે છે.સૂત્રોના મતે, હૃતિક તથા સબા વચ્ચે છેલ્લાં કેટલાંક મહિનાઓથી અફેર છે. બંને ગયા મહિને ગોવામાં વેકેશન મનાવવા ગયા હતા. અહીંયા બંનેએ એકબીજા સાથે ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કર્યો હતો.એક ઇન્ટરવ્યૂમાં સબા આઝાદને હૃતિક સાથેના સંબંધો અંગે સવાલ કરવામાં આવ્યો હતો. જોકે, એક્ટ્રેસે એમ કહીને સવાલ ટાળી દીધો હતો કે હાલમાં તે કામમાં છે અને પછી વાત કરશે.વર્કફ્રંટની વાત કરીએ તો હૃતિક રોશન ‘વિક્રમ વેધા’માં જોવા મળશે. આ ફિલ્મમાં હૃતિકે વેધાનો રોલ પ્લે કર્યો છે અને વિક્રમના રોલમાં સૈફ અલી ખાન છે. રાધિકા આપ્ટે પણ છે. આ ફિલ્મ 30 સપ્ટેમ્બર, 2022માં વિશ્વભરમાં રિલીઝ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2017માં રિલીઝ થયેલી તમિળ ફિલ્મ ‘વિક્રમ વેધા’માં આર. માધવન અને વિજય સેતુપતિ લીડ રોલમાં હતા. ફિલ્મમાં માધવન એક પોલીસ ઓફિસર અને સેતુપતિએ ગેંગસ્ટરનો રોલ પ્લે કર્યો હતો. ફિલ્મના ડિરેક્ટર પુષ્કર અને ગાયત્રી છે. તેમણે ઓરિજિનલ તમિળ ફિલ્મ બનાવી હતી. આ ઉપરાંત દીપિકા તથા અનિલ કપૂર સાથે ફિલ્મ ‘ફાઇટર’માં પણ કામ કરી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here