પરિવારને ગેરકાયદે અમેરિકા મોકલવા 1.10 કરોડમાં ડીલ ફાઇનલ થઇ, પૈસા ન મળતાં ફાયરીંગ કર્યું

0
57
જેમના ભત્રીજા વિશાલ અને તેની પત્ની રૂપાલી ને અમેરિકા મોકલવા માટે તેમના મિત્ર મહેશ વ્યાસે એજન્ટને ઓળખતા હોવાની વાત કરી હતી.
જેમના ભત્રીજા વિશાલ અને તેની પત્ની રૂપાલી ને અમેરિકા મોકલવા માટે તેમના મિત્ર મહેશ વ્યાસે એજન્ટને ઓળખતા હોવાની વાત કરી હતી.

એજન્ટો પૈસાની ખરાઈ કરવા દિલ્હીથી કલોલ પહોંચ્યા, ગોળી સોફામાં ઘૂસી ગઈ, ત્રણમાંથી એક એજન્ટને પાડોશીએ પકડી પાડ્યો

યુએસ કેનેડા બોર્ડર ક્રોસ કરતી વેળાએ હિમ વર્ષાના કારણે બરફની ચાદર નીચે ગાંધીનગર કલોલનાં ડીંગુચા ગામનો આખો પટેલ પરિવાર મોત ભેટયાની ઘટનાને આખા વિશ્વને હચમચાવી દીધી છે. ત્યારે ગઈકાલે પણ કલોલથી એક દંપતી દિલ્હીથી અમેરિકા જવા રવાના થયું છે. હજી તો દંપતી દિલ્હી પહોંચે તે પેહલા જ એજન્ટોએ કલોલમાં આવીને 10 લાખની પઠાણી ઉઘરાણી કરીને ફાયરિંગ કર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.ગાંધીનગર કલોલ પંચવટી વિસ્તારમાં મારુતિ બંગલોમાં રહેતા વિષ્ણુભાઈ માણેકલાલ પટેલ ખોડીયાર કીરાણા સ્ટોર્સ ચલાવે છે. જેમના ભત્રીજા વિશાલ અને તેની પત્ની રૂપાલી ને અમેરિકા મોકલવા માટે તેમના મિત્ર મહેશ વ્યાસે એજન્ટને ઓળખતા હોવાની વાત કરી હતી. બાદમાં 18 મી જાન્યુઆરીએ એજન્ટ ઋત્વિક વિજયભાઈ પારેખ (રહે. મકાન નંબર એએ/502,સરદાર પટેલ નગર, શાસ્ત્રી નગર નારણપુરા) અને દેવમ ગોપાલભાઈ બ્રહ્મભટ્ટ (રહે. બી /302,ડાયમંડ ગ્રીન એપાર્ટમેન્ટ, ચાંદખેડા) સાથે વિષ્ણુભાઈની મિટિંગ થઈ હતી.બન્ને એજન્ટે દોઢ મહિનામાં દંપતીને દિલ્હીથી અમેરિકા મોકલી આપવાની વાત કરી હતી અને કહ્યું હતું કે અમો દિલ્હીથી ગ્રુપ તૈયાર કરી સીધા અમેરિકા મોકલી આપીએ છીએ. જે માટે કપલનાં 1 કરોડ 10 ભાવ છે.અને બે દિવસમાં અડધું પેમેન્ટ આપવાનું રહેશે. જે પછી ડીલ નક્કી થઈ હતી. બાદમાં એજન્ટોએ 23 મી જાન્યુઆરીએ દંપતીની ટિકિટ આવી જશે. તમારે દિલ્હી આવી જવાનું પણ કહ્યું હતું.23 મીએ ભત્રીજા અને તેની પત્ની ની ટિકિટ નહીં આવતાં વિષ્ણુભાઈએ ફોન કર્યો હતો. ત્યારે ઋત્વિક પારેખે કહ્યું હતું કે આગળથી ટિકિટનું બુકિંગ બંધ છે. 27 મીએ ટિકિટ આવી જશે. પરંતુ 27 મીની જગ્યાએ ગઈકાલે 4 ફેબ્રુઆરીની ટિકિટ આવી હતી. વિષ્ણુભાઈને ગાડી આવડતી ન હોવાથી એજન્ટ દેવને કહ્યું હતું કે મારો માણસ આવશે અને 10 લાખ બતાવવા પડશે. બંને અમેરિકા પહોંચે એટલે અડધું પેમેન્ટ અને બાકીનું દોઢ મહિના આપી દેવું પડશે. તેવી પણ વાત કરી હતી. બાદમાં ઋત્વિક કાર લઈને કલોલ આવ્યો હતો અને બધાને લઈને એરપોર્ટ ગયો હતો. જ્યાં દેવમ દિલ્હીની ટિકિટો લઈને આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here