બેદરકારીએ જીવ લીધો:બારડોલી ડેપોમાં આધેડ મુસાફરનો પગ કચડાયો

0
234
જગુભાઈ ઇજાગ્રસ્ત થતાં હાજર લોકોએ 108ને ફોન કરી બોલાવતા તાત્કાલિક સ્ટેશન પર આવી ગયા હતા. પરંતુ 108ના કર્મચારી દર્દીને લઈ જવાની ના પાડી હતી.
જગુભાઈ ઇજાગ્રસ્ત થતાં હાજર લોકોએ 108ને ફોન કરી બોલાવતા તાત્કાલિક સ્ટેશન પર આવી ગયા હતા. પરંતુ 108ના કર્મચારી દર્દીને લઈ જવાની ના પાડી હતી.

હોસ્પિટલો પૈસા માંગતી હોવાનું કહી 108 વાળાએ લઈ જવાની ના પાડી

બારડોલી : બારડોલી રેલ્વે બસ સ્ટેન્ડ પર બસના ચાલકની ભૂલના કારણે મુસાફરનો પગ ટાયર નીચે આવી જતા કચડાઇ ગયો હતો. ઇજાગ્રસ્તને સારવાર માટે સ્થળ પર 108 બોલાવતા કર્મચારીએ કહ્યું , દર્દી એકલો હોય, અને તેની પાસે પૈસા પણ ન હોવાથી હોસ્પિટલવાળા પહેલા પૈસા માંગે જેથી લઈ જવાની ના પાડી હતી. ઇજાગ્રસ્ત મુસાફર દર્દથી સ્થળ પર અડધો કલાક કણસતો રહ્યો. આખર પોલીસ આવ્યા બાદ સરદાર હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો, પરંતુ ત્યાંથી વધુ સારવાર માટે સુરત હોસ્પિટલમાં ખસેડવા જણાવતા, આખર રસ્તામાં જ આધેડ મુસાફરનું મોત થયું હતું.મળતી માહિતી મુજબ બારડોલીના વરાળ ગામે રહેતા જગુભાઈ હળપતિ શુક્રવારે કામ અર્થે બારડોલી આવ્યો હતો. બપોરના સમયે રેલવે બસ સ્ટેશન પર ઘરે જવા ઉભો હતો. આ સમયે માંડવી જતી એસટી બસમાં અન્ય મુસાફરો સાથે ચઢી રહ્યા હતા. ત્યારે ડ્રાઇવરે અચાનક બસ ચાલુ કરી દેતાં જગુભાઈ હળપતિના પગ પરથી બસનું ટાયર ફરી જતાં પગ કચડાય જવાથી ગંભીર ઇજા થઈ હતી.જગુભાઈ ઇજાગ્રસ્ત થતાં હાજર લોકોએ 108ને ફોન કરી બોલાવતા તાત્કાલિક સ્ટેશન પર આવી ગયા હતા. પરંતુ 108ના કર્મચારી દર્દીને લઈ જવાની ના પાડી હતી. કારણ પૂછતા તેમણે જણાવ્યુ કે દર્દીના કોઈ સબંધી સાથે નથી અને દર્દી પાસે પૈસા પણ નથી. જેથી સરદાર હોસ્પિટલના સંચાલકો આવા દર્દીને લાવવાની ના પાડે છે. આવુ નિવેદન સાંભળી લોકો અચરજ પામી ગયા હતા. બાદમાં ઘટના સ્થળે પોલીસ આવી અને દર્દીએ સારવાર અર્થે સરદાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ જગુભાઈ હળપતિને વધુ સારવારની જરૂર હોવાથી સુરત ખસેડવા જણાવ્યું હતું.108 વધુ સારવાર માટે સુરત લઈ જતી વખતે રસ્તામાં જ જગૂભાઈ હળપતિનું મોત નીપજયું હતું. સમગ્ર ઘટનામાં એસટી વિભાગના ડ્રાઇવરની ગંભીર બેદરકારીના લીધે એક મુસાફરે જીવ ખોવાનો વારો આવ્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.108 એમ્બ્યુલેન્સ માં દર્દીને તાત્કાલિક સારવાર અર્થે જ ખસેડવાનો હોય છે પરંતુ બારડોલીની ખાનગી હોસ્પિટલોમાં જ્યા સુધી કેસ કાઢીને પૈસા ન ભરાય ત્યા સુધી એમ્બ્યુલન્સ છૂટી થતી નથી. જેથી સબંધી સાથે હોય અને દર્દી પાસે હોસ્પીટલમાં ભરવાના પૈસા હોય તો ઝડપી એમ્બ્યુલન્સ ફ્રી થઈ શકે, માટે કર્મચારીએ કદાચ પૈસા બાબતે વાત કરી હશે અને સરકારી હોસ્પિટલમાં દર્દીને તાત્કાલિક સારવાર મળતી નથી. દર્દીઓને લાંબો સમય વેઇટિંગમાં જ રહેવું પડે છે અને સીધા સુરત રિફર જ કરવામાં આવતા હોવાથી ખાનગી હોસ્પીટલમાં દર્દી લઈ જવાનો આગ્રહ રાખીએ છે. જેથી તાત્કાલિક સારવાર મળી રહે. – ધવલ સિંગલ, 108 એ. ઓફિસર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here