કોમેડી ફિલ્મોના ડાયરેક્ટર પ્રિયદર્શન કોરોનાથી સંક્રમિત, ચેન્નઈની હોસ્પિટલમાં દાખલ

0
85
, જેમાં મલયાલમ, તમિળ, હિન્દી સહિત અલગ-અલગ ભાષાઓની ફિલ્મ સામેલ છે. તેમને પદ્મશ્રી અવૉર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.
, જેમાં મલયાલમ, તમિળ, હિન્દી સહિત અલગ-અલગ ભાષાઓની ફિલ્મ સામેલ છે. તેમને પદ્મશ્રી અવૉર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.

સમગ્ર દેશમાં કોરોના વાઈરસનો કહેર ચાલુ છે. કોરોનાની નવી લહેરમાં અનેક સેલિબ્રિટી સંક્રમિત થઈ ચૂક્યા છે. એવામાં હવે નેશનલ અવૉર્ડ વિજેતા ફિલ્મ-ડાયરેક્ટર પ્રિયદર્શનનો કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છો. કોરોનાથી સંક્રમિત થયા પછી તેમને ચેન્નઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.ઉલ્લેખનીય છે કે હાલમાં જ પ્રિયદર્શનની ફિલ્મ ‘મરાક્કરઃ લાયન ઓફ ધ અરેબિયન સી’ને 67મા નેશનલ અવૉર્ડમાં બેસ્ટ ફીચર ફિલ્મનો અવૉર્ડ મળ્યો હતો. પ્રિયદર્શન એક જાણીતા ફિલ્મ-ડાયરેક્ટર, રાઈટર અને પ્રોડ્યુસર છે. તેમણે 95થી પણ વધારે ફિલ્મો ડાયરેક્ટ કરી છે, જેમાં મલયાલમ, તમિળ, હિન્દી સહિત અલગ-અલગ ભાષાઓની ફિલ્મ સામેલ છે. તેમને પદ્મશ્રી અવૉર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.હિન્દી ફિલ્મોની વાત કરીએ તો પ્રિયદર્શને ‘વિરાસત’, ‘હેરા ફેરી’, ‘હંગામા’, ‘ગરમ મસાલા’,‘ભાગમભાગ’, ‘માલામાલ વીકલી’, ‘ચુપ ચુપ કે’, ‘ભુલભુલૈયા’, ‘દે દના દન’, ‘ખટ્ટામીઠા’ જેવી કોમેડી મૂવીને ડાયરેક્ટ કરી છે અને આ તમામ ફિલ્મે દર્શકોને પેટ પકડીને હસાવ્યા છે. આ જ કારણ છે કે પ્રિયદર્શનને કોમેડી ફિલ્મોના બાદશાહ પણ કહેવામાં આવે છેબોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં છેલ્લા કેટલાક દિવસોમાં શરદ મલ્હોત્રા, શિખા સિંહ, વરુણ સૂદ, એકતા કપૂર, જોન અબ્રાહમ, સોનુ નિગમ, નકુલ મહેતા, સીમા ખાન, કરીના કપૂર ખાન, અર્જુન કપૂર, રિયા કપૂર, નોરા ફતેહી, મૃણાલ ઠાકુર વગેરે સ્ટાર્સને કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here