અમદાવાદમાં નવા મતદાર બનવા માટે 1.36 લાખથી વધુ યુવાનોએ અરજી કરી

0
269
ત્યાર બાદ વટવા, ઘાટલોડિયા અને ધંધૂકામાંથી અરજીઓ 10 હજારથી વધુ આવી ચૂકી છે. નામ કમી કરાવવાની વાત આવે તો પણ દસક્રોઇમાંથી સૌથી વધુ 2 હજાર 366 અરજી આવી છે. સુધારા વધાર માટે નારણપુરામાંથી સૌથી વધુ 14 હજાર 543 અરજીઓ આવી છે.
ત્યાર બાદ વટવા, ઘાટલોડિયા અને ધંધૂકામાંથી અરજીઓ 10 હજારથી વધુ આવી ચૂકી છે. નામ કમી કરાવવાની વાત આવે તો પણ દસક્રોઇમાંથી સૌથી વધુ 2 હજાર 366 અરજી આવી છે. સુધારા વધાર માટે નારણપુરામાંથી સૌથી વધુ 14 હજાર 543 અરજીઓ આવી છે.

અમદાવાદ : અમદાવાદમાં હાથ ધરાયેલી મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં કુલ 2 લાખ 76 હજાર 420 અરજીઓ આવી છે. જેમાં 18 વર્ષની ઉંમરવાળા અને પ્રમથ વખત મતદાર બનવા માંગતા હોય તેવા કુલ 1 લાખ 36 હજાર 898 યુવાનોએ પણ અરજી કરી છે. નામ કમી માટેની કુલ 29 હજાર 437, સુધારા માટેની કુલ 94 હજાર 970 અને સ્થળાંતરના કેસમાં કુલ 15 હજાર 115 અરજીઓ આવી છે.કુલ આવેલી અરજીઓમાંથી 65 હજાર 965 અરજીઓ ઓફલાઇન આવી છે. જ્યારે 2 લાખ 10 હજાર 455 અરજીઓ ઓનલાઇન આવી છે.જાન્યુઆરી માસમાં ચકાસણી સહિતની કામગીરી કરાશે અને આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરાશે. દસક્રોઇ અને વટવા વિધાનસભા ક્ષેત્રમાંથી સૌથી વધુ 18 હજાર 649 અરજી ઓનલાઇન આવી છે. બંને વિધાનસભા ક્ષેત્રમાંથી એક સરખી સંખ્યામાં અરજીઓ આવી છે. સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા, ધોળકા અને ધંધૂકામાંથી 10 હજારથી વધુની અરજીઓ ઓનલાઇન આવી ગઇ છે. અસારવામાંથી સૌથી ઓછી 4 હજાર 937 અરજીઓ ઓનલાઇન આવી છે. ઓફલાઇન અરજીની વાત કરીએ તો મણિનગરમાંથી સૌથી વધુ 5 હજાર 388 અરજીઓ ઓફલાઇન આવી છે. જ્યારે સૌથી ઓછી ઓફલાઇન અરજી અસારવામાંથી 1 હજાર 316 આવી છે. દસક્રોઇ વિધાનસભાક્ષેત્રમાંથી સૌથી વધુ 13 હજાર 666 અરજીઓ નવા મતદાર બનવા માટેની સૌથી વધુ આવી છે. ત્યાર બાદ વટવા, ઘાટલોડિયા અને ધંધૂકામાંથી અરજીઓ 10 હજારથી વધુ આવી ચૂકી છે. નામ કમી કરાવવાની વાત આવે તો પણ દસક્રોઇમાંથી સૌથી વધુ 2 હજાર 366 અરજી આવી છે. સુધારા વધાર માટે નારણપુરામાંથી સૌથી વધુ 14 હજાર 543 અરજીઓ આવી છે. સ્થળાંતરના કેસની વાત કરીએ તો ઘાટોલોડિયામાંથી સૌથી વધુ 1 હજાર 985 અરજીઓ આવી છે.આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાઇ રહી છે. ત્યારે તાજેતરમાં વિશેષ મતદારયાદી સુધારણા કાર્યક્રમ યોજાયો હતો. રવિવારે બીએલઓ મતદાન કેન્દ્ર સુધી જઇને હાથોહાથ અરજીઓ સ્વીકારી હતી. હવે જાન્યુઆરી માસમાં આ અરજીઓની ચકાસણી કરાશે. અને નવા ચૂંટણીકાર્ડ ઇશ્યું કરાશે. નામ કમી, સુધારા, સ્થળાંતર સહિતના કેસમાં આવેલી અરજીઓનો પણ નિકાલ કરાશે. જાન્યુઆરી માસમાં ચકાસણી સહિતની કામગીરી કરાશે અને આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here