યુક્રેનનું શરમજનક કૃત્ય! યુદ્ધ વચ્ચે કાળી માતાનું અપમાન કર્યું, ભારે વિરોધ બાદ ટ્વિટ ડિલીટ કરવી પડી

0
77

ભારતીય યૂઝર્સ દ્વારા રોષ વ્યક્ત કરાયા બાદ યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે ટ્વિટ ડીલિટ કર્યું

એક વર્ષથી વધુ સમય વીતી જવા છતાં અને રશિયા સામે ખરાબ રીતે પછડાટ ખાઈ રહેલા યુક્રેને ભારત અને ભારતીયો સાથે શરમજનક હરકત કરી છે. યુદ્ધ વચ્ચે આવી હરકતથી ભારતીય લોકોની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડાઈ હતી. ખરેખર યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે એક ફોટો શેર કર્યો હતો જેમાં હિન્દુઓની દેવી મા કાળીને વાંધાજનક રીતે દર્શાવાયા હતા. 

સોશિયલ મીડિયા પર તસવીર વાયરલ 

તેના પછી ભારતીયોનો યુક્રેનની આ નાપાક હરકત સામે ગુસ્સો ફૂટ્યો હતો. જોકે ભારતીય યૂઝર્સ દ્વારા રોષ વ્યક્ત કરાયા બાદ યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે ટ્વિટ ડીલિટ કર્યું હતું. આ ફોટો 30 એપ્રિલે પોસ્ટ કરાયો હતો. જ્યારે ડિલીટ કરાયા બાદ પણ યુક્રેન દ્વારા શેર કરાયેલી આ તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. 

આપણા વિદેશમંત્રીને દખલ કરવા અપીલ કરાઈ 

યુક્રેનના સંરક્ષણ મંત્રાલય દ્વારા પોસ્ટ કરાયેલી ટ્વિટમાં ધૂમાડાના ગોટે ગોટાની ઉપર કથિત રીતે દેવી કાળી માની તસવીર બતાવાઈ હતી. આ તસવીરમાં તેમની જીભ બહાર બતાવાઈ છે. સાથે જ તમના ગળામાં ખોપડીઓની માળા બતાવાઈ છે. ટ્વિટર હેન્ડલ @DefenceUએ વર્ક ઓફ આર્ટ કેપ્શન સાથે આ તસવીર પોસ્ટ કરી હતી. જ્યારે આ તસવીર પર ભારતીયોનો રોષ ભભૂક્યો તો ગુસ્સામાં તસવીર ડિલીટ કરાઈ હતી. લોકોએ યુક્રેનના સંરક્ષણ મંત્રાલય પર અસંવેદનશીલતા દાખવવા અને ભારતીયોની લાગણીને ઠેસ પહોંચાડવાનો આરોપ મૂક્યો હતો. આ મામલે એક યૂઝરે આપણા વિદેશમંત્રી એસ.જયશંકરને દખલ કરવા પણ અપીલ કરી હતી. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here