1 ગ્લાસ પાણીમાં મધ-તજનો આ ઉપાય, ઉતારશે વજન અને વધારશે ઇમ્યુનિટી

0
191
શરીરનાં ખરાબ તત્વો પર તીખો વાર કરે છે અને તમારા શરીરને રોગમુક્ત બનાવે છે
શરીરનાં ખરાબ તત્વો પર તીખો વાર કરે છે અને તમારા શરીરને રોગમુક્ત બનાવે છે

દરરોજ 1 ગ્લાસ નવશેકા પાણીમાં એક ચમચી મધ (Honey) અને ચપટી તજનો (Cinnamon) પાઉડર મિક્ષ કરી પી જાઓ. આ ઉપાયથી આપનું શરીર ઘણી બીમારીઓથી બચી શકે છે

આપણા રસોડામાં એવી ઘણી વસ્તુઓ છે જેનાં નિયમિત ઉપાય માત્રથી જ તમારી મોટાભાગની સમસ્યાઓ દૂર થઇ જાય છે. પણ આ તમામ ઉપાય નિયમિત કરવામાં આવે તો જ તેનાંથી ફાયદો મળે છે. આના માટે લાંબાગાળાનું રોકાણ કરવું પડે છે. તે એન્ટિબાયોટિકની (Antibiotic) જેમ તુરંત જ કામ નથી કરતાં. પણ તે ધીરે ધીરે કરીને જડમૂળમાંથી બિમારીનો (Herbal Health Tips) નાશ કરે છે. એટલે તમે અમારા દ્વારા સુચવવામાં આવેલી કોઇપણ ટિપ્સનો ઉપાય અજમાવો. તમારે તેને નિયમિત ફોલો કરવી પડશે. તેનાં નિયમિત ઉપાયથી જ તમને તમારી સમસ્યાનો ઉકેલ મળશે. આ એક નેચરલ ઇમ્યુનિટી બુસ્ટર (Immunity Booster) પણ સાબિત થશે.તો આજે આપણે વાત કરીશું આપણાં રસોડામાં સરળતાથી મળી જતા તેજાના તજ (Cinnamon) વિશે. જી હાં. તજની તાસીર તીખી હોય છે. તેથી જ તે તમારાં શરીરનાં ખરાબ તત્વો પર તીખો વાર કરે છે અને તમારા શરીરને રોગમુક્ત બનાવે છે. ત્યારે ચાલો જાણીએ એક ગ્લાસ હુંફાળા પાણીમાં ચપટી તજનો ઉપાય. જે તમારા શરીરને મોટાભાગની બીમારીઓ સામે રક્ષણ આપશે. તેથી જ તજ વાળુ પાણી નિયમિત તમારે પીવું જોઇએ.તજ મેગનીઝ, કેલ્શિયમ અને ફાયબરથી ભરપૂર છે તે શરીર માટે ફાયદાકારક છે. તજમાં એન્ટીફંગલ, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીવાયરસ તત્વ હોય છે જેથી તમારું શરીર મોટાભાગની બીમારીથી દૂર રહે છે.

શું કરવું- દરરોજ 1 ગ્લાસ નવશેકા પાણીમાં એક ચમચી મધ અને ચપટી તજનો પાઉડર મિક્ષ કરી પી જાઓ. આપનું શરીર ઘણી બીમારીઓથી બચી શકે છે.તેમાં એન્ટીફંગલ અને એન્ટીબેક્ટેરિયલ ગૂણો હોવાથી તે શરદી-ખાંસી અને ગળાની સમસ્યાનો અક્સીર ઇલાજ છે.-તજનું હુફાળુ પાણી તમારા બોડી માટે પ્યોરીફાયનું કામ કરશે. તેનાંથી બ્લ્ડ શુદ્ધ થશે. અને તમને સ્કિનની તમામ સમસ્યાનું નિરાકરણ આવશે.જો તમે ડાયાબિટીસનાં પેશન્ટ છો તો તમારે દરરોજ સવારે હુફાળા પાણીમાં તજનો ઉપાય ચાલુ કરવો જ જોઇએ તેનાંથી શુગર લેવલ કંટ્રોલમાં રહેશે.હુફાળા પાણીમાં તજ અને મધનો ઉપાય તમારી પાચન શક્તિ પણ વધારે છે. તેથી કબજિયાતની સમસ્યામાં પણ તે રામબાણ ઇલાજ સાબિત થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here