વિક્રાંત મેસીએ તેની ગર્લફ્રેન્ડ શીતલ સાથે વેલેન્ટાઈન્સ ડેના દિવસે રજિસ્ટર્ડ મેરેજ કર્યા

0
289
. વિક્રાંત અને શીલતના લગ્નથી બંનેના પરિવાર ખુશ છે.વિક્રાંતે ગયા વર્ષે પોતાના સોશિયલ મીડિયા પોસ્ટ પર ઘરના એક પૂજાનો ફોટો શેર કર્યો હતો.
. વિક્રાંત અને શીલતના લગ્નથી બંનેના પરિવાર ખુશ છે.વિક્રાંતે ગયા વર્ષે પોતાના સોશિયલ મીડિયા પોસ્ટ પર ઘરના એક પૂજાનો ફોટો શેર કર્યો હતો.

એક્ટર વિક્રાંત મેસીએ પોતાની લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડની સાથે લગ્ન કરી લીધા છે. બંનેએ 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન્સ ડેના દિવસે પોતાના લગ્ન રજિસ્ટર્ડ કરાવ્યા છે. આ ખાસ પ્રસંગ પર કપલે માત્ર નજીકના લોકોને જ આમંત્રણ આપ્યું હતું. વિક્રાંત અને શીતલ ઠાકુર ઘણા વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા.પિંકવિલાના રિપોર્ટના અનુસાર, વિક્રાંત અને શીતલે મુંબઈમાં તેમના વર્સોવા સ્થિત ઘરે રજિસ્ટર મેરેજ કર્યા છે. આ પ્રસંગે કપલની ફેમિલી સિવાય નજીકના મિત્રો સામેલ થયા હતા. કપલે થોડા દિવસ પહેલા જ પોતાના લગ્નની તારીખ નક્કી કરી હતી. વિક્રાંત અને શીલતના લગ્નથી બંનેના પરિવાર ખુશ છે.વિક્રાંતે ગયા વર્ષે પોતાના સોશિયલ મીડિયા પોસ્ટ પર ઘરના એક પૂજાનો ફોટો શેર કર્યો હતો. આ ફોટોમાં તેની સાથે તેની માતા અને શીતલ પણ બેઠેલી જોવા મળી રહી છે. તેને કેપ્શનમાં લખ્યું, હું મારા મોદક અને પત્ની સાથે (બેટર હાફ)ની સાથે. જો કે, તેની સાથે તેણે એક નોટમાં લખ્યું હતું કે હજી સુધી અમે લગ્ન નથી કર્યા. વિક્રાંત અને શીતલે ડિસેમ્બર 2019માં સગાઈ કરી હતીઉલ્લેખનીય છે કે, વિક્રાંત મેસી અને શીતલ ઠાકુર અલ્ટ બાલાજીની બ્રોકન બટ બ્યુટીફુલ વેબ સિરીઝની પ્રથમ સિરીઝમાં એકસાથે કામ કર્યું હતું અને તેની બીજી સિઝનમાં પણ સાથે કામ કર્યું હતું.વર્ક ફ્રન્ટની વાત કરીએ તો વિક્રાંત ફિલ્મ ‘લવ હોસ્ટેલ’માં જોવા મળશે. આ ફિલ્મમાં બોબી દેઓલ અને સાન્યા મલ્હોત્રા પણ લીડ રોલમાં છે. આ એક ક્રાઈમ થ્રિલર ફિલ્મ છે. તેનું ટ્રેલર પણ રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મ 25 ફેબ્રુઆરીએ OTT પ્લેટફોર્મ Zee5 પર સ્ટ્રીમ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here