અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરી ચિક્કી ચાલુ

0
111
 અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા એકાએક વર્ષો જૂની પરંપરા તોડી માતાજીના રાજભોગમાં લેવાતા મોહનથાળનો પ્રસાદ બંધ કરી ચિક્કી ચાલુ કરવાનો નિર્ણય લેતા ચારેબાજૂ તેનો વિરોધ થઈ રહ્યો છે. વિવિધ રાજકારણીઓ પણ આ મુદ્દે પોત-પોતાના મંતવ્યો જણાવી રહ્યા છે. મંદિરમાં માતાજીનો પ્રસાદ મોહનથાળ બંધ કરવાથી રવિવારે માઈભક્તોમાં ભારે નિરાશા વ્યાપી હતી અને તંત્ર સામે રોષ પણ વ્યક્ત કર્યો હતો. મોહનથાળનો પ્રસાદ ફરી શરુ કરવા હિન્દુ હિત રક્ષક સમિતીએ આપેલા અલ્ટીમેટમનો સમય પૂરો થતા બેઠક મળી હતી અને ધૂળેટી બાદ જલદ કાર્યક્રમ કરવાનું નક્કી કરાયું હતું.

રવિવારની રજા તેમજ નજીકમાં પૂનમ હોવાથી વહેલી સવારથી જ મંદિરમાં હજારોની સંખ્યામાં માઈભક્તો ઉમટી પડ્યા હતા. જ્યા માતાજના પ્રસાદ મોહનથાળ ન મળતાં નારાજગી છવાઈ હતી. મોહનથાળ બંધ કરાયાની વાત વાયુવેગે પ્રસરતા ઉગ્ર વિરોધ નોંધાયો છે.અંબાજી હિન્દુ હિત રક્ષા સમિતી દ્વારા પુન: પ્રસાદ ચાલુ કરવા 48 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. જ્યાં રવિવારે સાંજે સમય પૂરો થતા ગ્રામજનો સાથે એક બેઠકનું આયોજનન કરાયું હતું.

અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મોહનથાળનો પ્રસાદ બંધ કરાયો હોવાનું બહાર આવતાં જ અજાણ ભક્તોમાં રોષ જોવા મળ્યો હતો. મોહનથાળને બદલે ચિક્કી અપાતાં યાત્રીકો અને સ્ટોલ સંચાલકો સાથે ઘર્ષણના બનાવો જોવા મળ્યાં હતાં.

વિશ્વ હિન્દુ પરિષદે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી
અંબાજી પ્રસાદ મુદ્દે હવે વિશ્વ હિન્દુ પરિષદે પણ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. વિશ્વ હિન્દુ પરિષદનું કહેવું છે કે પ્રસાદ એ દશકોથી ચાલતી પરંપરા છે જે ના તૂટે અને માતાજીના પ્રસાદમાં હિન્દુ સમાજને વર્ષોથી મળતો મોહનથાળ જ મળી રહે, તે માટે વ્યવસ્થા પુન:સ્થાપન કરશો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here