ગુજરાત છેલ્લી ઓવરમાં 19 રન ડિફેન્ડ ન કરી શક્યું, ગ્રેસ હેરિસે મેચનું રૂપ બદલ્યું;

0
100
વુમન્સ પ્રીમિયર લીગનો ઉત્સાહ ચરમસીમાએ છે કારણ કે મેચો ફેન્સની અપેક્ષા કરતા પણ વધુ રસપ્રદ બની રહી છે. રવિવારે રાત્રે પણ યુપી વોરિયર્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે શાનદાર મેચ જોવા મળી હતી. આ મેચમાં વાઈડ બોલ પર લેવાયેલ ડીઆરએસએ મેચ પલટી નાખી અને અંતે યુપી એક બોલ બાકી રાખીને જીતી ગયું.

યુપીની આ જીતમાં ગ્રેસ હેરિસે મહત્વની ભૂમિકા ભજવી હતી, જેણે 26 બોલમાં 7 ચોગ્ગા અને 3 આકાશી છગ્ગાની મદદથી 59 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ ઈનિંગ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 226.92 હતો. તમને જણાવી દઈએ કે, છેલ્લી ઓવરમાં વાઈડ બોલને લઈને ડીઆરએસની માગ પણ ગ્રેસ હેરિસની હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here